Sushant Singh Rajput Case: કામ ન લાગી રિયાની તિકડમબાજી, ED ઓફિસ પહોંચી

ઇડીએ રિયા ચક્રવર્તીની માંગ નકારી કાઢી છે, ત્યારબાદ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે ઇડીની ઓફિસ પહોંચી છે. રિયા ચક્રવર્તીએ ઇડીને કોર્ટમાં પેશીને ટાળવા માટે માંગ કરી હતી. 

Sushant Singh Rajput Case: કામ ન લાગી રિયાની તિકડમબાજી, ED ઓફિસ પહોંચી

નવી દિલ્હી: ઇડીએ રિયા ચક્રવર્તીની માંગ નકારી કાઢી છે, ત્યારબાદ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે ઇડીની ઓફિસ પહોંચી છે. રિયા ચક્રવર્તીએ ઇડીને કોર્ટમાં પેશીને ટાળવા માટે માંગ કરી હતી. 

રિયા ચક્રવર્તીની માંગ ઇડીને નામંજૂર
ઇડી પાસે વધુ સમયની માંગ નકારી કાઢ્યા બાદ રિયા ચક્રવર્તી ઇડીની ઓફિસ પહોંચી છે. રિયા ચક્રવર્તી મુંબઇ ઓફિસમાં હાજર થઇ, આજે ઇડી રિયા માંગને નકારી કાઢી છે. 

ED rejected her earlier request that the recording of her statement be postponed till Supreme Court hearing. pic.twitter.com/MIWYlYMXhT

— ANI (@ANI) August 7, 2020

જોકે આ પહેલાં અબિનેત્રી તરફથી નિવેદન દાખલ કરવવા માટે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ ઇડીએ કડક વલણ દાખવતાં શુક્રવારે ઇડી સમક્ષ હાજર નહી થાય તો તેમના વિરૂદ્ધ સમન્સની અવગણનાનો કેસ દાખલ કરવામાં આવશે. ત્યારબાદ રિયા ઇડી ઓફિસ નિવેદન આપવા માટે પહોંચી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે CBI એ રિયા, તેમના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી, માં સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક ચક્રવર્તી, સુશાંતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડ, શ્રૃતિ મોદી અને અન્ય નામ દાખલ કરવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી અને અન્ય વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા, ષડયંત્ર રચવા, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવા સહિત ભારતી દંડ સંહિતાના વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું કે એજન્સીએ બિહાર સરકારના અનુરોધ અને કેન્દ્ર સરકારની અધિસૂચના બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એજન્સી પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનના કેસને પોતાના હાથમાં લેતા તપાસ દાયરો વધાર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news