ચાલુ વર્ષે અમેરિકાએ 10 લાખથી વધુ ભારતીયોને આપ્યાં વિઝા, અમેરિકા જવામાં ગુજરાતીઓ અવ્વલ!

બદલાતા સમયની સાથોસાથ અમેરિકા જવાનો ક્રેઝ ભારતીયોમાં જબરો વધી રહ્યો છે. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૨૩માં ભારતીયોને આપવામાં આવેલા વિઝાનો આંકડો ૧૦ લાખને વટાવી ગયો છે. ભારતીયોમાં અમેરિકન વિઝાની અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાની જબરદસ્ત રહી છે. ભારત ખાતેનાં રાજદૂત એરિક ગાસેટી દિલ્હી ખાતેનાં યુએસ મિશન પહોંચ્યા હતા અને વિઝા આપવાની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. 

ચાલુ વર્ષે અમેરિકાએ 10 લાખથી વધુ ભારતીયોને આપ્યાં વિઝા, અમેરિકા જવામાં ગુજરાતીઓ અવ્વલ!

નવી દિલ્લીઃ અમેરિકામાં નોકરી કરીને પૈસા કમાવવા કે પછી ઉચ્ચ અભ્યાસના નામે અમેરિકામાં એન્ટ્રી મેળવવા માટે ભારતીયોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો અમેરિકાનું નામ સાંભળતા જ ઘેલા થાય છે. લાખો રૂપિયા ખર્ચીને પણ ગુજરાતીઓ અમેરિકા જવાનું સેટિંગ કરી રહ્યાં છે. આસ્થિતિની વચ્ચે વિઝા અંગે પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. જે મુજબ ભારતીયોમાં સ્ટુડન્ટ અમેરિકન વિઝાની જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. જુલાઈ-ઓગસ્ટમાં જ 90 હજાર કરતા વધારે ભારતીયોને સ્ટુડન્ટ વિઝા, ચાર પૈકી એક ભારતીયને વિઝા આપવામાં આવ્યાં છે. 

બદલાતા સમયની સાથોસાથ અમેરિકા જવાનો ક્રેઝ ભારતીયોમાં જબરો વધી રહ્યો છે. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૨૩માં ભારતીયોને આપવામાં આવેલા વિઝાનો આંકડો ૧૦ લાખને વટાવી ગયો છે. ભારતીયોમાં અમેરિકન વિઝાની અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાની જબરદસ્ત રહી છે. ભારત ખાતેનાં રાજદૂત એરિક ગાસેટી દિલ્હી ખાતેનાં યુએસ મિશન પહોંચ્યા હતા અને વિઝા આપવાની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. 

તેમણે વિઝા મેળવવા માંગતા અરજદારોને મદદ કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. રાજદૂત એરિક ગાર્મેટીએ ભારતીયોને આપવામાં આવેલા વધુ વિઝા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. કોન્સ્યુલર ટીમ સાથે કામ કરીને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ભારતીયોમાં અમેરિકાનાં ક્રેઝ સતત રહ્યો છે. જે એના પરથી પુરવાર થાય છે કે જુલાઈ અને ઓગસ્ટ એમ બે મહિનામાં જ ૯૦,૦૦૦ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે. 

અમેરિકાએ આખા વિશ્વને આપેલા કુલ વિઝામાં દર ૪ પૈકી એક વિઝા ભારતીય વિદ્યાર્થીને આપ્યો છે. એરિક ગાર્સટીએ કહ્યું કે અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે પર્યટન વિઝા પર અમેરિકા જનાર લોકોનાં વિઝા ઈન્ટરવ્યૂમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. કદાચ વિઝા મળવામાં વિલંબને કારણ આવું થયું હોવાનો પણ અંદાજ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news