ડાન્સનું રિહર્સલ કરતી જોવા મળી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, PHOTOS થયા વાયરલ

બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. હવે તેની એક ડાન્સ રિહર્સલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 ડાન્સનું રિહર્સલ કરતી જોવા મળી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, PHOTOS થયા વાયરલ

નવી દિલ્હીઃ બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. હવે તેની એક ડાન્સ રિહર્સલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો સુહાના ખાનની કોલેજ પ્લે રિહર્સલ દરમિયાનની છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાનની પુત્રી થોડા સપ્તાહ પહેલા ઈંગ્લેન્ડના આર્ડિંગલી કોલેજથી સ્નાતક થયા બાદ ઘરે પરત આવી ગઈ છે. ત્યારથી તે પોતાના પરિવાર અને મિત્રોની સાથે સમય પસાર કરી રહી છે. હાલના દિવસોમાં શાહરૂખ પોતાના પરિવારને માલદીવ રજાઓ ગાળવા લઈ ગયો હતો. તો હવે તેની પુત્રીની આ કોલેજના સમયની તસવીરો સામે આવી ચુકી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

💓

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

આ તસવીરોની વાત કરીએ તો સ્ટાર કિડ સુહાનાના ફેન પેજે તેને શેર કરી છે. તસવીરોમાં સુહાના પોતાના મિત્રોની સાથે કંઇક ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે. જ્યાં એક તસવીરોમાં સુહાનાને ડાન્સ સ્ટેપ કરતા જોઈ શકાય છે તો બીજી તસવીરમાં તે શાંત મૂડમાં સુંદર લાગી રહી છે. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

મહત્વનું છે કે સુહાના ટૂંક સમયમાં પોતાનું બોલીવુડ પર્દાપણ કરવા માટે તૈયાર છે અને એસઆરકે અનુસાર, તેણે હંમેશા ફિલ્મનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news