International Yoga Day: શિલ્પાથી માંડીને કુણાલ કપૂરે પોતાના ફેન્સને આપી આ સલાહ
21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ફિટનેસ ડેના અવસર પર બોલીવુડના ઘણા સેલેબ્સ આ કેમ્પેનનો ભાગ બન્યા છે અને પોતાના ફેન્સને ફિટ રહેવાની સલાહ આપે છે. ઇન્ટરનેશનલ યોગ ડે પહેલાં કેટલાક બોલીવુડ સેલેબ્સે પોતાના ફેન્સ માટે મેસેજ આપ્યા છે કે તે હાલમાં કેવી રીતે પોતાની લાઇફની નવી શરૂઆત કરી શકે છે. કેવી રીતે તે પોતાને હેલ્ધી રાખવા માટે યોગા અપનાવીને પોતાનું આયુષ્ય લાંબુ કરી શકે છે.
Trending Photos
મુંબઇ: 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ફિટનેસ ડેના અવસર પર બોલીવુડના ઘણા સેલેબ્સ આ કેમ્પેનનો ભાગ બન્યા છે અને પોતાના ફેન્સને ફિટ રહેવાની સલાહ આપે છે. ઇન્ટરનેશનલ યોગ ડે પહેલાં કેટલાક બોલીવુડ સેલેબ્સે પોતાના ફેન્સ માટે મેસેજ આપ્યા છે કે તે હાલમાં કેવી રીતે પોતાની લાઇફની નવી શરૂઆત કરી શકે છે. કેવી રીતે તે પોતાને હેલ્ધી રાખવા માટે યોગા અપનાવીને પોતાનું આયુષ્ય લાંબુ કરી શકે છે.
યોગા ક્વીનના નામથી જાણિતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના ફેન્સને દરરોજ યોગા કરવાની સલાહ આપી છે. શિલ્પાનું માનવું છે કે યોગા ફક્ત યોગા ડેના દિવસે ન કરો પરંતુ પોતાના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ યોગાનું અનુકરણ કરો. 10 મિનિટ જ પ્રાણાયમ અને સૂર્ય નમસ્કાર લોકો જરૂર કરે. એટલું જ નહી શિલ્પા શેટ્ટીએ પોતાની ફિટનેસ એપ પણ લોન્ચ કરી છે, જેથી લોકો યોગાની પ્રેકટિસ ઘરેબેઠા કરી શકે અને સ્વસ્થ રહી શકે.
90ની ફિલ્મોમાં બહુચર્ચિત નામ બિજોય આનંદ હાલમાં યોગ ગુરૂ બની ગયા છે. દેશ-વિદેશમાં લોકોને કુંડલિની જાગૃત કરવાનું શિક્ષણ આપી રહ્યા છે? યોગ દિવસના અવસર પર બિજોય આનંદે લોકોને આગ્રહ કર્યો કે તે પોતાના મસ્તિષ્ક અને ઇંદ્વીઓ પર કાબૂ રાખવા માટે કુંડળીઓને જાગૃત કરે.
એક્ટર કુણાલ કપૂર 17 વર્ષની ઉંમરથી યોગા કરે છે. કુણાલનું કહેવું છે કે જ્યારે તે યોગ કરતા હતા, તે સમયે લોકો કહેતા હતા કે યોગ વૃદ્ધ લોકો કરે છે, જોકે સારી વાત એ છે કે હવે બધુ બદલાઇ ગયું છે. લોકોએ યોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ સ્ટ્રેસ ભરેલી લાઇફમાં લોકો યોગ કરીને પોતાને મેંટલી ફિટ રાખી રહ્યા છે. તો બીજી તરફ કુણાલનું એ પણ કહેવું છે કે દરરોજ 5 થી 10 મિનિટ પોતાના માટે કાઢીને પ્રાણાયામ અને બ્રીધિંગ એક્સરસાઇઝ જરૂર કરવી જોઇએ.
પોતાની કોમેડી ટાઇમિંગ માટે જાણિતા એક્ટર વિક્રમ કોચરે ઝી ન્યૂઝ પર સૂર્ય નમસ્કાર કરતાં લોકોને આગ્રહ કર્યો કે યોગા ડેના અવસર પર લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઇ જાય અને યોગા કરે. તો બીજી તરફ યોગ ડેના અવસર પર જંગલી ફેમ એક્ટ્રેશ આશા ભટ્ટનું માનવું છે કે દરેક વ્યક્તિએ યોગા કરવા જોઇએ. આજની દોડધામ ભરેલી જીંદ્ગીમાં આ કોઇ દવાથી ઓછું નથી. આશાએ પણ કહ્યું કે તેમણે ફક્ત યોગા જ નહી પણ માર્શલ આર્ટની પણ ટ્રેનિંગ લીધી છે અને ફિટ રહે છે. વર્લ્ડ યોગા ડેના અવસર પર બધાને યોગ કરવાની સલાહ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે