close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Flashback ધડાકો : અમિતાભે આ હિરોઇનને પકડીને જબરદસ્તીથી કરી લીધી હતી કિસ !

તેમની આ કેમિસ્ટ્રી જોઈને અમિતાભ ભડકી ગયો

Updated: Feb 7, 2019, 05:30 AM IST
Flashback ધડાકો : અમિતાભે આ હિરોઇનને પકડીને જબરદસ્તીથી કરી લીધી હતી કિસ !

મુંબઈ : આજકાલ બોલિવૂડમાં સારા અલી ખાનની માતા તરીકે લોકપ્રિય બનેલી અમૃતા સિંહ પોતે પણ તેના જમાનાની ફેમસ હિરોઇન હતી. 60 વર્ષ પાર કરી ગયેલા અમૃતાએ 1983માં ફિલ્મ 'બેતાબ'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. અમૃતાએ તેનાથી દસકા નાના સૈફ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા પણ આ લગ્ન બહુ ટકી શક્યા નહોતા.

અમૃતા પોતાની ફિલ્મો કરતા વધારે ચર્ચા પોતાની રિલેશનશીપને કારણે રહી છે. બેતાબના શૂટિંગ દરમિયાન સની દેઓલ અને અમૃતા નજીક આવી ગયા હતા. જોકે સની પરિણીત હોવાના કારણે તેમના અફેરનો અંત આવી ગયો હતો. આ પછી અમૃતાનું નામ પૂર્વ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના વર્તમાન કોચ રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું. જોકે આ સંબંધનો પણ અંત આવ્યો હતો અને અમૃતાના જીવનમાં વિનોદ ખન્નાની એન્ટ્રી થઈ હતી. એક એન્ટરટેઇનમેન્ટ મેગેઝિનમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે એક પાર્ટીમાં અમૃતા તેના મિત્રો સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં અમિતાભ અને મિત્ર ડેની પણ હતા. પાર્ટીમાં અમૃતા અને ડેની ફ્લર્ટિંગ કરવા લાગ્યા અને ડાન્સ ફ્લોર પર મસ્તીમાં ડાન્સ કરવા લાગ્યા. તેમની આ કેમિસ્ટ્રી જોઈને અમિતાભ ભડકી ગયો. તેણે ડેનીને અમૃતાથી ખેંચીને અલગ કરી દીધો અને બળજબરીથી અમૃતાને કિસ કરી લીધી. જોકે પછી અમિતાભે આ હરકત બદલ અમૃતાની માફી પણ માંગી હતી. 

પતિ સૈફ અલી ખાન સાથેના ડિવોર્સ પછી સંતાનો સારા અને ઇબ્રાહિમ માતા અમૃતા સાથે રહે છે. સૈફે ડિવોર્સ પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમૃતા વારંવાર મારી માતા અને બહેનોને ગાળો આપતી હતી અને સતત ટોણાં મારતી હતી. તેની સાથે ડિવોર્સ પછી હું સારો અનુભવ કરી રહ્યો છું. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....