કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રે સામે આવી વધુ એક મુસીબત

 ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે બહલનું કહેવું છે કે, કીમો થેરાપીને કારણે તેને જોવામાં થોડી તકલીફ થઈ રહી છે. જેને કારણે તે યોગ્ય રીતે પુસ્તક વાંચી નથી શકી રહી. સોનાલીએ શુક્રવારે સાંજે એક પુસ્તક સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, હવે આગામી પુસ્તકના એનાઉન્સમેન્ટનો સમય છે. ગત પુસ્તકે થોડો સમય લીધો. કારણ કે, કીમો થેરેપીને કારણે મારી આંખમાં અજબ તકલીફ થઈ રહી છે અને આ કારણે હું યોગ્ય રીતે વાંચી નથી શક્તી. થોડી ડરી ગઈ છું, પણ હવે બધુ સારું છે. 
કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રે સામે આવી વધુ એક મુસીબત

નવી દિલ્હી : ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે બહલનું કહેવું છે કે, કીમો થેરાપીને કારણે તેને જોવામાં થોડી તકલીફ થઈ રહી છે. જેને કારણે તે યોગ્ય રીતે પુસ્તક વાંચી નથી શકી રહી. સોનાલીએ શુક્રવારે સાંજે એક પુસ્તક સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, હવે આગામી પુસ્તકના એનાઉન્સમેન્ટનો સમય છે. ગત પુસ્તકે થોડો સમય લીધો. કારણ કે, કીમો થેરેપીને કારણે મારી આંખમાં અજબ તકલીફ થઈ રહી છે અને આ કારણે હું યોગ્ય રીતે વાંચી નથી શક્તી. થોડી ડરી ગઈ છું, પણ હવે બધુ સારું છે. 

હાલમાં જ સોનાલી બેન્દ્ર બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના લગ્ન પહેલાના સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી અને જિંદગીના નવા પડાવ માટે પ્રિયંકાને શુભકામનાઓ પણ આપી હતી. સોનાલીએ ગુરુવારે રાત્રે પ્રિયંકા અને એક્ટ્રેસ નીતુ કપૂર સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં તે લાલ રંગના પહેરવેશ અને વિગમાં દેખાઈ હતી. 

આ પહેલા સોનાલી સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાનની કોન્સર્ટ એટેન્ડ કરવા પહોંચી હતી. સોનાલી સતત પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને પોતાની હેલ્થ સાથે જોડાયેલી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news