'પેડમેન'માં જોવા મળશે દ.ભારતની અનોખી પરંપરા, ફર્સ્ટ પીરિયડની થાય છે ઉજવણી
અરુણાચલમ મુરુગનાથમના જીવન પર આધારિત ફિલ્મ પેડમેનમાં એવું ઘણું જોવા મળશે જે લોકોને અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકોને ચોંકવી નાખશે.
- દક્ષિણ ભારતમાં ફર્સ્ટ પીરિયડ પર મનાવવામાં આવે છે ઉત્સવ
- ટ્વિન્કલ ખન્નાએ શરૂ કરી છે પેડમેન ચેલેન્જ
- રાધિકાએ પણ જણાવી હતી ફર્સ્ટ પીરિયડ પર સેલિબ્રેશનની વાત
Trending Photos
નવી દિલ્હી: અરુણાચલમ મુરુગનાથમના જીવન પર આધારિત ફિલ્મ પેડમેનમાં એવું ઘણું જોવા મળશે જે લોકોને અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકોને ચોંકવી નાખશે. પરંતુ દક્ષિણ ભારતમાં આ પરંપરા સામાન્ય છે. બોલિવૂડ એક્ટર અક્ષયકુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટે અભિનિત ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે સમગ્ર સ્ટારકાસ્ટ લાગી ગઈ છે. ફિલ્મને પ્રમોટ કરવા માટે ટીમે એકદમ નોખા અંદાઝમાં પેડમેન ચેલેન્જ લોન્ચ કરી છે. આ ચેલેન્જને આમિર ખાન, દીપિકા પાદૂકોણ, રાજકુમાર રાવ અને અનિલ કપૂર જેવા સ્ટાર્સનું સમર્થન મળ્યું છે.
આ કેમ્પેઈન દ્વારા સેનેટરી નેપકિનને લઈને જાગરૂકતાના અભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ અહીં એક રસપ્રદ વાતનો ખાસ ઉલ્લેખ કરાયો છે. હાલમાં જ ફિલ્મનું એક ગીત સયાની રિલીઝ કરવામાં આવ્યું. ગીતમાં ફર્સ્ટ પીરિયડને લઈને ફિલ્મમાં સેલિબ્રેશન દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં દક્ષિણ ભારતના અનેક ભાગોમાં આ સામાન્ય છે. દક્ષિણમાં પરંપરા તરીકે ફર્સ્ટ પિરીયડને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે.
ફર્સ્ટ પીરિયડ પર પરિવાર અને મિત્રો શુભેચ્છાઓ પાઠવે છે
આંધ્ર પ્રદેશ, કેરળ, તામિલનાડુ અને તેલંગાણામાં ફર્સ્ટ પિરીયડ પર કાયદેસર મિત્રો અને સંબંધીઓ છોકરીના પરિવારજનોને નિમંત્રણ મોકલે છે. આ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર 7થી 3 દિવસો સુધી સેલિબ્રિશન ચાલે છે. મિત્રો અને સંબંધીઓ યુવતીને વિશ કરવાની સાથે સાથે ભેંટ પણ આપે છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં આ રસ્મને 'પુષ્પવતી' કે 'રજસ્વલા આહ્નમ' કહેવામાં આવે છે. અનેક જગ્યાઓ પર આ પરંપરાને 'ઋતુકલા સંસ્કાર' તરીકે ઓળખાય છે.
રાધિકાએ પણ જણાવી હતી સેલિબ્રેશનની વાત
ફિલ્મની અભિનેત્રી રાધિકા આપ્ટેએ ફિલ્મના પ્રમોશન દરમિયાન પીરિયડ્સ સંબંધિત પોતાના અનુભવોને હાલમાં જ શેર કર્યા હતાં. તેણે જણાવ્યું હતું કે જ્યારે મને પહેલીવાર પીરિયડ શરૂ થયા તો માતાએ ઘરમાં પાર્ટી રાખી હતી અને પરિવારના લોકોએ એક રિસ્ટ વોચ ભેટ આપી હતી. તેણે જણાવ્યું કે તેમના ઘરમાં મોટાભાગે બધા ડોક્ટર છે આથી તેના ઘર પર આ મુદ્દે વાત કરવી કઈ ખોટુ નહતું.
ટ્વિંકલ ખન્નાએ શરૂ કરી પેડમેન ચેલેન્જ
ફિલ્મના પ્રમોશન માટે અક્ષયકુમારની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ નવું શોધી કાઢ્યું. તેણે હાલમાં જ પેડમેન ચેલેન્જ નામની એક નવી શરૂઆત કરી. જેમાં એક સ્ટાર કોઈ બીજાને નોમિનેટ કરશે અને તે પોતાના હાથમાં સેનેટરી નેપકિન લઈને પોતાનો ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવો પડશે. પેડમેન ચેલેન્જને અત્યાર સુધીમાં દીપિકા પાદૂકોણ અને આમિર ખાન, અનિલ કપૂર, જેવા કલાકારોએ એક્સેપ્ટ કરી છે.
આમિરે શુક્રવારે પેડમેને ચેલેન્જ સ્વીકારીને શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનને ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતાં પરંતુ અત્યાર સુધીમાં ત્રણેયમાંથી એક પણ કલાકારે તેને સ્વીકારી નથી. આ ફિલ્મનો વિષય એક અલગ પ્રકારનો તો છે જ પરંતુ આ ફિલ્મ દક્ષિણ ભારતની તેની સમૃદ્ધ પરંપરાઓની ઝાંખી પણ કરાવશે. એક એવો મુદ્દો કે જ્યા અત્યાર સુધી ઉત્તર ભારત સહિત અનેક ભાગોમાં બંધ બારણે ચર્ચાઓ થતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે