VIDEO : ગ્રેજ્યુએટ થઈ શાહરૂખ ખાનની દીકરી, કોલેજે આપ્યો સ્પેશિયલ અવોર્ડ

છેલ્લા કેટલાક દિવસથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે.  હવે સમાચાર આવ્યા છે કે સુહાનાએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી લઈ લીધી છે અને આ પ્રસંગે કોલેજે તેને સન્માનિત પણ કરી હતી.

VIDEO : ગ્રેજ્યુએટ થઈ શાહરૂખ ખાનની દીકરી, કોલેજે આપ્યો સ્પેશિયલ અવોર્ડ

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે.  હવે સમાચાર આવ્યા છે કે સુહાનાએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી લઈ લીધી છે અને આ પ્રસંગે કોલેજે તેને સન્માનિત પણ કરી હતી. સુહાનાની માતા ગૌરી ખાને સોશિયલ મીડિયામાં તસવીર શેયર કરીને ખુલાસો કર્યો છે કે તેમની દીકરી હવે સત્તાવાર રીતે ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. 

A post shared by Gauri Khan (@gaurikhan) on

સુહાના ખાને લંડનની Ardingly કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. દીકરીની ગ્રેજ્યુએશન સેરેમનીમાં ભાગ લેવા માટે ગૌરી લંડનમાં હતી. દીકરી સાથે લંચની તસવીર તેણે શેર કરી. ગ્રેજ્યુટ થવા ઉપરાંત સુહાનાને કોલેજની કલ્ચરલ એક્ટિવિટીમાં તેના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી. ગૌરીએ સુહાનાનો વીડિયો શેર કર્યો છે જેમાં તે અવોર્ડ લેતી જોવા મળે છે. દીકરીના ગ્રેજ્યુએશન પ્રસંગે શાહરૂખ પણ લંડનમાં હતો. તેણે પણ સુહાના સાથે તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં કિંગ ખાને લખ્યું, “4 વર્ષ વીતી ગયા. Ardinglyમાંથી ગ્રેજ્યુએશન કર્યું. છેલ્લા પિઝા, છેલ્લી ટ્રેનની મુસાફરી અને હકીકતની દુનિયામાં પહેલું કદમ. સ્કૂલ પૂરી થઈ…શીખવાનું નહીં.”

સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને આ માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news