Kapil Sharma થી લઈને JUBIN NOTIYAL સુધીના સિતારાઓને શરૂઆતમાં કરવો પડ્યો હતો રિજેકશનનો સામનો
TALENTED ACTORS WHO WERE REJECTED BY REALITY SHOWS BEFORE GETTING FAMOUS: કપિલ શર્માએ આપ્યું હતું ઈન્ડિયન આઈડોલમાં ઓડિશન, જાણો એવા કલાકારો વિશે જેઓ રિયાલિટી શોમાં થયા રિજેક્ટ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલિવુડમાં આજે અનેક યુવા કલાકારો છે જેમને કોઈપણ ગોડફાધર વિના પોતાની અલાયદી ઓળખ બનાવી. જીવનમાં મળતી થોડી નિષ્ફળતાથી નાસીપાસ થનારા લોકો માટે આ કલાકારો પ્રેરણામૂર્તિ સમાન છે. જાણીએ એવી પ્રતિભાઓ વિશે જેઓ રિયાલિટી શોઝમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો પણ ત્યારે તેઓ રિજેક્ટ થયા અને તેમને નિષ્ફળતા મળી પરંતું તેઓ હાર્યા નહીં અને આજે સફળતા મેળવી બોલિવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની કમી નથી, ઘણા એવા ટેલેન્ટેડ લોકો છે જેઓ રિયાલિટી શોઝમાં રિજેક્ટ થયા હતા.
આ વાત તો દરેક જાણતું હશે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ રિજેક્શનનો ભોગ બન્યા હતા. અમિતાભ બચ્ચને શરૂઆતની કારકિર્દીમાં આકાશવાણીમાં પ્રયત્ન કર્યો હતો પરંતું તેમના અવાજને રિજેક્ટ કરવામાં આવ્યો હતો પરંતું સમય જતા અમિતાભ બચ્ચનનો અવાજ તેમની ઓળખ બની ગઈ અને તેઓ મેગાસ્ટાર બની ગયા. ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના શો ને પણ દૂરદર્શને રિજેક્ટ કરી દીધો હતો. આવા કેટલાક કલાકારો છે જેમણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો.
1. કપિલ શર્મા
ભારતના સૌથી શ્રેષ્ઠ સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્માને 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જ'થી ઓળખ મળી. કપિલ શર્માને 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો' બાદ ખૂબ જ મોટી સફળતા મળી. કપિલ શર્માએ ઈન્ડિયન આઈડોલમાં ઓડિશન આપ્યુ હતું. કપિલ શર્મા સિંગર બનવા માગતા હતા. કપિલ શર્મા ઈન્ડિયન આઈડલના પહેલા રાઉન્ડમાં જ રિજેક્ટ થઈ ગયો હતો. કપિલ શર્મા ભલે ઈન્ડિયન આઈડોલમાં રિજેક્ટ થયો પરંતું આજે તે 'કોમેડી કિંગ' બની ગયો છે.
2. આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાને આજે કોઈ ઓળખની જરૂર નથી. આયુષ્માન ખુરાના રોડિઝની સિઝન-2નો વિજેતા રહ્યો હતો. વર્ષ 2003માં આયુષ્માન ખુરાનાએ 'સિનેસ્ટાર કી ખોજ' નામના રિયાલિટી શોઝમાં ભાગ લીધો હતો પરંતું તેઓ રિજેક્ટ થયા હતા. મહત્વની વાત છે કે આયુષ્માન વર્ષ 2014માં તે જ શોઝમાં કન્ટેસ્ટન્ટના ગાઈડ બન્યા હતા.
3. જુબીન નોટિયાલ
બોલિવુડમાં યંગ જનરેશનમાં સૌથી લોકપ્રિય થનાર જુબીન નોટિયાલ પણ રિજેકશનનો સામનો કરી ચૂક્યા છે. ઈન્ડિયન આઈડોલમાં તેઓએ ભાગ લીધો હતો પરંતું તે રિજેક્ટ થયા હતા, ત્યારબાદ X FACTOR રિયાલિટી શોમાં ટૉપ 25સુધી પહોંચી ગયા હતા પરંતું તે રિજેક્ટ થયો હતો. સોનુ નિગમે જુબીન નોટિયાલને કહ્યુ હતું કે 'હજુ વધુ મહેનત કરવાની જરૂર છે'... આખરે વર્ષ 2014માં જુબીન નોટિયાલે સોનાલી કેબલ ફિલ્મના ગીત 'એક મુલાકાત' થી સિંગર તરીકે ડેબ્યૂ કર્યું. જુબીન નોટિયાલના મતે જો તે રિયાલિટી શોમાંથી કદાચ રિજેક્ટ ન થયો હોય તો આજે આટલી સફળતા ન મળી હોય. જુબીન નોટિયાલના એક પછી એક ગીતો સુપરહિટ નીવડે છે.
4. રાજકુમાર રાવ
રાજકુમાર રાવ એકસમયના સૌથી ફેમસ ડાન્સિંગ રિયાલિટી શોઝ 'બુગીવુગી'ના ઓડિશનમાં રિજેક્ટ થયા હતા. રાજકુમાર રાવે પોતાના નાના ભાઈ સાથે ઓડિશન આપ્યુ હતું. રાજકુમાર રાવને 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં ગેસ્ટ જજ તરીકે બોલાવાયા હતા ત્યારે તેને આ વાતને જણાવી હતી.
5. સાન્યા મલ્હોત્રા
'દંગલ ગર્લ' સાન્યા મલ્હોત્રાએ તેની કારકિર્દીમાં જુદા જુદા પ્રકારના રોલ કર્યા છે. દંગલની બબીતા ફોગટથી લઈને પટાખામાં 'ગેંદા' નો રોલ સાન્યા મલ્હોત્રાએ નિભાવ્યો. સાન્યા 'બધાઈ હો' અને 'લુડો'માં કામ કરી ચૂકી છે. સાન્યાએ થોડા દિવસ પહેલા ડાન્સિંગ રિયાલિટી શોઝમાં ખુલાસો કર્યો કે જાણિતા ડાન્સ રિયાલિટી શોમાં ધર્મેશે તેને રિજેક્ટ કરી હતી.
6. દિવ્યાંકા ત્રિપાઠી
ટેલિવિઝનની ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની કારકિર્દીની શરૂઆત 'ઓલ ઈન્ડિયા રેડિયો'થી કરી હતી. વર્ષ 2004માં દિવ્યાંકા ત્રિપાઠીએ 'ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ'માં ભાગ લીધો હતો. અભિનેત્રી ભોપાલ ઝોનમાં ટૉપ-8માં પહોંચી હતી. ત્યારબાદ તેને ઈંદોર ઝોનમાંથી ભાગ લીધો અને સ્પર્ઘામાં રનરઅપ બની. દિવ્યાંકા ફેઝ- 2 સુધી પહોંચી પરંતું ત્યારબાદ રિજેક્ટ થઈ ગઈ. ત્યારબાદ દિવ્યાંકા ત્રિપાઠીએ મિસ ભોપાલ કોમ્પિટીશન જીત્યું અને ટીવી અભિનેત્રી તરીકે પોતાની સફળ કારકિર્દી બનાવી.
આ તમામ કલાકારોને હાર મળી, રિજેકશન મળ્યું પરંતું તેઓએ હાર ન માની અને આખરે તેમણે પોતાનું મુકામ હાંસલ કર્યું. આવા કિસ્સા આપણને ખુબ જ પ્રેરિત કરે છે જીવનમાં આગળ વધવા માટે. એટલે જ કહેવાય છેકે, ખુદ હી કો કર બુલંદ ઈતના કે હર તકબીર સે પહેલે ખુદ બંદે સે ખુદ પુછે બતા તેરી રઝાં ક્યાં હૈ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે