ફેમસ ટીવી એક્ટરનું 35 વર્ષની વયે અચાનક મોત, આત્મહત્યા કરી હોવાની ચર્ચા

TV Actor Nitin Chauhan Passed Away: મનોરંજન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'સ્પ્લિટ્સવિલા 5' અને 'ક્રાઈમ પેટ્રોલ'માં જોવા મળેલા એક્ટર નીતિન ચૌહાણનું નિધન થયું છે. તેમની ઉંમર માત્ર 35 વર્ષની હતી

ફેમસ ટીવી એક્ટરનું 35 વર્ષની વયે અચાનક મોત, આત્મહત્યા કરી હોવાની ચર્ચા

Nitin Chauhan Death : નાના પડદાના પ્રખ્યાત ટીવી એક્ટર નીતિન ચૌહાણનું અચાનક નિધન થયું છે. નીતિનના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળ્યો. નીતિને માત્ર 35 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. નીતિન 'સ્પ્લિટ્સવિલા 5' અને 'ક્રાઈમ પેટ્રોલ'માં પણ જોવા મળ્યો હતો.

વિભૂતિ ઠાકુરે માહિતી પોસ્ટ કરી
વિભૂતિ ઠાકુરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નીતિન ચૌહાણના નિધનની માહિતી આપી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ નીતિન સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે તેના કેપ્શનમાં લખ્યું છે કે રેસ્ટ ઇન પીસ માય ડિયર… સાંભળીને ખૂબ જ આશ્ચર્ય અને દુઃખ થયું. આ પોસ્ટ વાંચીને જ અન્ય સ્ટાર્સ પણ ચોંકી ગયા હતા. 

Add Zee News as a Preferred Source

સ્પ્લિટ્સવિલા સીઝન 5 ના વિજેતા
વિભૂતિ ઠાકુરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે. તમને જણાવી દઈએ કે નીતિન ચૌહાણે રિયાલિટી શો 'દાદાગીરી 2' જીતીને લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું.

 

fallback

નીતિન અલીગઢનો રહેવાસી હતો
નીતિન ચૌહાણ યુપીના અલીગઢ જિલ્લાનો રહેવાસી હતો. તેણે MTVની 'Splitsvilla સિઝન 5' પણ જીતી હતી.  આ સિવાય નીતિન ક્રાઈમ પેટ્રોલ અને ફ્રેન્ડ્સ જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યો હતો. નીતિન ચૌહાણને ક્રાઈમ પેટ્રોલ તરફથી ખાસ ઓળખ મળી હતી. આ સિવાય નીતિન 'ઝિંદગી.કોમ'માં પણ જોવા મળ્યો હતો.  નીતિનના છેલ્લા ટીવી શોની વાત કરીએ તો તે વર્ષ 2022માં ટીવી શો 'તેરા યાર હું મેં'માં પણ તેણે કામ કર્યું હતું. 

Nitin Chauhaan Death

શું નીતિને આત્મહત્યા કરી હતી?
જો નિતિનના મૃત્યુના કારણ વિશે વાત કરીએ તો અભિનેતાનું મોત ક્યા કારણે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે આત્મહત્યા કરી છે. પોલીસ આ મામલાને દરેક પાસાઓથી જોઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news