'The Guardian'ની 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોની લિસ્ટમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે 'ગેંગ્સ ઓફ વાસેપુર'

હાલમાં 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું છે 'The Guardian', જેમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે  'ગેંગ્સ ઓફ વાસેપુર'  
 

'The Guardian'ની 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોની લિસ્ટમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે 'ગેંગ્સ ઓફ વાસેપુર'

નવી દિલ્હીઃ 'The Guardian'એ હાલમાં 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોનું લિસ્ટ જારી કર્યું છે અને આ લિસ્ટમાં જે એકમાત્ર બોલીવુડ ફિલ્મ છે તે છે 'ગેંગ્સ ઓફ વાસેપુર'. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ ફિલ્મ 100 ફિલ્મોની યાદીમાં 59મા નંબરે છે. 

મહત્વનું છે કે આ લિસ્ટને પ્રેઝન્ટ કર્યું છે પીટર બ્રૈડશો, કેથ ક્લાર્ક, એંડ્રૂયૂ પુલવર અને કૌથરીન શોર્ડ જેવા ક્રિટિક્સે. આ લિસ્ટની ટોપ 5 ફિલ્મોની વાત કરીએ તો પોલ થોમસ એંડ્રૂયૂસન્સની ફિલ્મ  'There Will Be Blood (2007)', સ્ટીવ મૈક્વીનની 12 Years A Slave (2013), રિચર્ડ લિંકલેટર્સની 'Boyhood (2014)', જોનાથન ગ્લેજરની 'Under The Skin (2013) અને ચીની ડાયરેક્ટર  Wong Kar-waiની ફિલ્મ  The Mood For Love (2000)ના નામ સામેલ છે. 

— The Guardian (@guardian) September 14, 2019

વર્ષ 2012મા રિલીઝ થયેલી ગેંગ ઓફ વાસેપુર' એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી હતી. જ્યાં ફિલ્મના પ્રથમ ભાગની સંપૂર્ણ કહાની સરદાર ખાન (મનોજ વાજપેયી)ની કહાની છે તો ફિલ્મનો બીજો ભાગ સંપૂર્ણ રીતે ફૈઝલ ખાન (નવાઝુદ્દીન સિદ્દીકી) પર છે. તેમાં ફૈઝલ ખાન રામાધીર સિંહ (તિગ્માંશૂ ધૂલિયાની ભૂમિકા)થી પોતાના પિતા અને દાદાના મોતનો બદલો લેતા દેખાય છે. 

ફિલ્મ મારામારી અને હિંસાથી ભરેલી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેનો વિરોધ પણ થયો હતો. એટલું જ નહીં, ફિલ્મમાં મુસલમાનની ભૂમિકાને નેગેટિવ રોલમાં દેખાડવાને લઈને ગેંગ્સ ઓફ વાસેપુર પર કુવૈત અને કતરમાં પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. 

'ગેંગ્સ ઓફ વાસેપુર'માં નવાઝુદ્દીન સિદ્દીકી, હુમા કુરૈશી, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, રિચા ચડ્ઢા, રીમા સેન, મનોજ વાજપેયી, પીયૂષ મિશ્રા, તિગ્માંશુ ધૂલિયા જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news