The Kashmir Files: ઈઝરાયેલના રાજદૂતે વિવાદિત નિવેદન આપનારા IFFI જ્યૂરી હેડ લગાવી ખુબ ફટકાર, જાણો શું કહ્યું?

The Kashmir Files: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર IFFI જ્યૂરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ મેકર નદવ લેપિડના નિવેદન પર વિવાદ થઈ ગયો છે. આ મામલે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પ્રતિક્રિયા આપી છે. નાઓર  ગિલોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid) ના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. 

The Kashmir Files: ઈઝરાયેલના રાજદૂતે વિવાદિત નિવેદન આપનારા IFFI જ્યૂરી હેડ લગાવી ખુબ ફટકાર, જાણો શું કહ્યું?

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર IFFI જ્યૂરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ મેકર નદવ લેપિડના નિવેદન પર વિવાદ થઈ ગયો છે. આ મામલે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પ્રતિક્રિયા આપી છે. નાઓર  ગિલોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid) ના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે નદવ લેપિડના નિવેદન પર અમને શરમ આવે છે. 

ઈઝરાયેલના રાજદૂતે જ્યૂરી હેડને 'ખખડાવ્યા'
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કાશ્મીરી  ફાઈલ્સની ટીકા કરવા બદલ IFFI ના જ્યૂરી હેડ નદવ લેપિડને એક ઓપન લેટર લખ્યો છે. તેમણે કહ્યું કે આ ભારતીયોને સમજમાં આવે એટલે હું તેને હિબ્રુ ભાષામાં લખી રહ્યો નથી. તેમણે નદવ લેપિડને ફટકાર લગાવતા કહ્યું કે તમને શરમ આવવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન ગણે છે. તમે IFFI Goa માં જજોની પેનલની અધ્યક્ષતા કરવા માટે ભારતીય નિમંત્રણની સાથે સાથે તેમના ભરોસા, સન્માન અને ઉષ્માભર્યા સ્વાગતનું પણ મજાક બનાવી દીધુ. તેમણે આગળ લખ્યું છે કે આપણા ભારતીય મિત્રો 'ફૌદા' સિરીઝના કલાકારોને અહીં બોલાવ્યા અને તેમને ભારતમાં ખુબ પ્રેમ મળ્યો. તમારે તમારા વર્તન બદલ આત્મમંથન કરવાની જરૂર છે. મે મંચ પરથી પણ કહ્યું હતું કે આપણા બંને દેશોમાં અનેક સમાનતાઓ છે કારણ કે આપણે એક સમાન દુશ્મનો સામે લડી રહ્યા છીએ અને જે આપણા  ખરાબ પાડોશી જ છે. 

વાંચ્યા-સમજયા વગર બોલવું જોઈએ નહીં
ઈઝરાયેલી રાજદૂતે વધુમાં લખ્યું કે મે કહ્યું કે આપણે ભારતને લઈને વિનમ્ર હોવું જોઈએ જ્યાંનું ફિલ્મ કલ્ચર શાનદાર છે અને તેઓ ઈઝરાયેલી કન્ટેન્ટ (ફૌદા અને આવી અનેક ફિલ્મો) પણ પસંદ કરે છે. રાજદૂતે વધુમાં કહ્યું કે હું કોઈ ફિલ્મ એક્સપર્ટ નથી પરંતુ એટલું જાણું છું કે ઐતિહાસિક ઘટનાઓ વિશે સારી રીતે વાંચ્યા સમજ્યા વગર અસંવેદનશીલ રીતે બોલવું જોઈએ નહીં. આ ઘટના  ભારત માટે ખુલ્લો ઘા છે કારણ કે આજે પણ અનેક લોકો તેની કિંમત ચૂકવી રહ્યા છે. હોલોકાસ્ટ સર્વાઈવરનો પુત્ર હોવાના નાતે તમારા નિવેદન પર ભારતીયોની પ્રતિક્રિયા જોઈને મને ઊંડો આઘાત લાગ્યો છે. હું આવા નિવેદનની ટીકા કરું છું.

તમારી કુંઠા ભારતમાં ન કાઢો
રાજદૂતે જ્યૂરી હેડને શિખામણ આપતા કહ્યું કે તમે પહેલા જે રીતે ખુલીને બોલતા હતા આગળ પણ એ રીતે બોલો. પરંતુ મારી તમને સલાહ છે કે આ બધુ ઈઝરાયેલમાં કરો, તમારી કુંઠા બીજા દેશો પર ન કાઢો. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે તમે ઈઝરાયેલ પાછા ફરીને વિચારજો કે તમે શું કહ્યું છે. અમે ઈઝરાયેલના પ્રતિનિધિ તરીકે અહીં રહીશું. ગિલને છેલ્લે લખ્યું છે કે ભારત અને ઈઝરાયેલના લોકોની મિત્રતા ખુબ મજબૂત છે અને તમે તેને જે રીતે નુકસાન પહોંચાડ્યું છે તેની કોઈ અસર થશે નહીં. એક વ્યક્તિ તરીકે મને શરમ આવે છે અને આપણા મેજબાન પાસે હું માફી માંગવા ઈચ્છુ છું. ઈઝરાયેલના રાજદૂતનું ભારતીયોએ ખુલ્લા મને સ્વાગત કર્યું છે. 

શું કહ્યું હતું IFFI જ્યૂરી હેડે?
વાત જાણે એમ છે કે ગોવાના પણજીમાં આયોજિત IFFI ઈવેન્ટમાં ઈઝરાયેલી ફિલ્મમેકરે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની ટીકા કરતા કહ્યું કે અમે બધા પરેશાન છીએ કે આવી ફિલ્મને આ સમારોહમાં દેખાડવામાં આવી. આ ફિલ્મ ખુબ જ વલ્ગર છે. ધ કાશ્મીર ફાઈલ્સ આટલા મોટા પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે યોગ્ય નથી. હું મારી ફિલિંગ્સને મંચ પર ખુલ્લી રીતે શેર કરવામાં સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ છું. આ એક જરૂરી ચર્ચા છે, જે ખચકાટ વગર થવી જોઈએ. આ કલા અને જીવન માટે જરૂરી છે. 

અનુપમ ખેરે કર્યો પલટવાર
અનુપમ ખેરે આ સમગ્ર મામલે પલટવાર કરતા ટ્વીટ કરીને લખ્યું કે જૂઠનું કદ ગમે તેટલું ઊંચું કેમ ન હોય. સત્યની સરખામણીમાં હંમેશા નાનું હોય છે. 

બીજી બાજુ અશોક પંડિતે ટ્વીટ કરીને કહ્યું કે ઈઝરાયેલી ફિલ્મમેકર નાવિદ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને અશ્લીલ કહીને આતંકવાદ વિરુદ્ધ ભારતની લડતની મજાક ઉડાવી છે. તેમણે ભાજપ સરકારના નાક નીચે 7 લાખ કાશ્મીરી પંડિતોનું અપમાન કર્યું છે. જે ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની વિશ્વસનીયતા માટે મોટો ઝટકો છે. તેમણે ઈઝરાયેલી ફિલ્મમેકર પર કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે 3 લાખ કાશ્મીરી હિન્દુઓનો નરસંહાર વલ્ગર હોઈ શકે નહીં. 

બોક્સ ઓફિસ પર બજાવ્યો હતો ડંકો
ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ કાશ્મીરી પંડિતોના દર્દ, સંઘર્ષ અને આઘાતને વર્ણવે છે. જેમાં 1990માં કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહારની સચ્ચાઈ દર્શાવવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીના ડાઈરેક્શનમાં બનેલી ફિલ્મમાં પલ્લવી જોશી, પ્રકાશ બેલાવડી, અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શનકુમાર, ભાષા સુંબલી, ચિન્મય મંડલેકર, પુનીત ઈસ્સાર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news