અલગ વિષની ફિલ્મ કરવા પર બોલ્યો આયુષ્માન- 'ન કહેલી વાતો કહેવાનો યુગ છે'


બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હંમેશા પોતાની અલગ વિષયની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે આ પ્રકારની ફિલ્મો કહેવાનું કારણ જણાવ્યું છે. 0


 

અલગ વિષની ફિલ્મ કરવા પર બોલ્યો આયુષ્માન- 'ન કહેલી વાતો કહેવાનો યુગ છે'

નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હંમેશા પોતાની અલગ વિષયની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે, જ્યાં હાલમાં તેણે 'ડ્રીમ ગર્લ'થી બોક્સ ઓફિસ પર હંગામો કર્યો તો હવે આયુષ્માન એક  બાલ્ડ યુવાનની સ્ટોરી લઈને ફિલ્મ 'બાલા (Bala)'માં જોવા મળશે. 

અભિનેતા આયુષ્માન ખુરાનાનું એવું માનવું છે કે ભારતીય દર્શક હવે વિવિધ કહાનીઓ પ્રત્યે વધુ ખુલી ગયા છે. તેનું કહેવું છે કે આ એક સમય છે જ્યારે કોઈ ન કહેલી વાતો કહેવાનું બીડુ ઉઠાવી શકે છે. 

लगातार हिट्स ने बढ़ाए आयुष्मान खुराना के भाव, अब 5 गुना ज्यादा वसूलेंगे फीस!

આયુષ્માને કહ્યું, 'આ માત્ર હિન્દી સિનેમામાં નહીં પરંતુ અમારી સાથે પણ છે, લોકો આધુનિક સમાજમાં રહી રહ્યાં છે જે જાતિઓને લઈને પાછળ રહ્યાં છે. ગ્રામીણ ભારતમાં તે હદ સુધી ભેદભાવનું પાલન કરવામાં આવે છે, જેના વિશે જણાવવું પણ નિરાશ કરી દે છે.'

આયુષ્માન ખુરાનાએ આગળ કહ્યું, 'આ કહેવાતા ઉચ્ચ વર્ગે આપણને આંધળા બનાવી રાખ્યા છે, આપણે તેના વિશે જાણીને પણ અજાણ્યા છીએ.' 'આર્ટિકલ 15'ને લઈને જે પ્રતિક્રિયા મળી, તેને જોઈને મને લાગે છે કે ભારતીય દર્શક હવે આ પ્રકારની ફિલ્મોને વધુ અપનાવવા લાગ્યા છે. આ એક સમય છે જ્યાં ન કહેલી વાતનું બીડુ ઉઠાવી શકીએ છીએ. 

'ड्रीम गर्ल' बनकर छाए आयुष्मान खुराना, Box Office पर बनाया यह नया रिकॉर्ड!

આર્ટિકલ 15 આ વર્ષે 28 જૂને રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફિલ્મને ન માત્ર સકારાત્મક આલોચનાત્મક પ્રતિક્રિયા મળી છે પરંતુ ફિલ્મએ દર્શકોનું દિલ પણ જીતી લીધું છે અને તેવામાં સ્પષ્ટ છે કે બોક્સ ઓફિસ કલેક્શન પણ સારૂ થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news