અમિતાભ બચ્ચને શૅર કરેલી ફેમિલી ફોટોમાં નજરે પડી અજીબ પેન્ટિંગ, કિંમત સાંભળીને લાગશે ઝાટકો

બોલિવુડના સુપરસ્ટાર અભિતાભ બચ્ચન  (Amitabh Bachchan)ની આ વર્ષની દિવાળી ખુબ જ ખાસ રહી છે. અમિતાભનો આખો પરિવાર આ વખતે એક સાથે જોવા મળ્યો અને અભિતાભે જે તસવીર શેર કરી છે, તેમાં અમિતાભની ફેમિલીનું દરેક સભ્ય એક સાથે નજરે પડી રહ્યું છે. આ તસવીર ઈન્ટરનેટ પર જોરદાર ચર્ચામાં છે, પરંતુ તેનાથી પણ વધારે ચર્ચા તસવીરમાં રહેલી એક પેન્ટિંગના થઈ રહી છે.
 અમિતાભ બચ્ચને શૅર કરેલી ફેમિલી ફોટોમાં નજરે પડી અજીબ પેન્ટિંગ, કિંમત સાંભળીને લાગશે ઝાટકો

નવી દિલ્હી: બોલિવુડના સુપરસ્ટાર અભિતાભ બચ્ચન  (Amitabh Bachchan)ની આ વર્ષની દિવાળી ખુબ જ ખાસ રહી છે. અમિતાભનો આખો પરિવાર આ વખતે એક સાથે જોવા મળ્યો અને અભિતાભે જે તસવીર શેર કરી છે, તેમાં અમિતાભની ફેમિલીનું દરેક સભ્ય એક સાથે નજરે પડી રહ્યું છે. આ તસવીર ઈન્ટરનેટ પર જોરદાર ચર્ચામાં છે, પરંતુ તેનાથી પણ વધારે ચર્ચા તસવીરમાં રહેલી એક પેન્ટિંગના થઈ રહી છે.

વાઈરલ થઈ રહ્યો આ ફોટો
જોકે, અમિતાભ બચ્ચનને જે ફોટો શેર કર્યો હતો તેમાં બેંકગ્રાઉન્ડમાં દીવાલ પર એક મોટી પેન્ટિંગ નજરે પડી રહી છે. પેન્ટિંગમાં એક વિશાળકાય બળદ નજરે પડી રહ્યો હતો, જેના આગળના પગ તેના પુંછડા સાથે સીધા જોડાયેલા દેખાડવામાં આવ્યા છે. આ પેન્ટિંગમાં ઘણી અજીબોગરીબ હતી અને દરેક ફ્રેન્સનું ધ્યાન આ ફોટામાં આ પેન્ટિંગ પર ગયું છે.

4 કરોડની છે આ પેન્ટિંગ
પરંતુ શું તમે જાણો છો કે આ પેન્ટિંગ કોણે  બનાવી છે? શું તમને ખબર છે કે આ પેન્ટિંગની કિંમત કેટલી છે? તો ચાલો અમે તમને આના વિશે જણાવીએ. અમિતાભ બચ્ચનના ડ્રોઈંગ રૂમમાં લાગેલી આ પેન્ટિંગની કિંમત 4 કરોડ રૂપિયા છે. આ પેન્ટિંગને મંજીત બાવા (1941-2008) નામના આર્ટિસ્ટે બનાવી હતી.

કોણ છે આર્ટિસ્ટ મંજીત બાવા?
મંજીતનો જન્મ પંજાબના ધુરીમાં થયો હતો. તે ભારતીય માઈથોલોજી અને સૂફી દર્શનથી પ્રેરિત થઈને પેન્ટિંગ બનાવ્યા કરતા હતા. તેમણે પ્રાણીઓ, પ્રકૃતિ, વાંસળીના રૂપ અને મનુષ્ય અને પ્રાણીઓ સાથે મળીને રહેવાના વિચાર પર ચિત્રો બનાવ્યા છે. મનજીતના ચિત્રોના વિષયોની વાત કરીએ તો તેમણે મા કાલી અને ભગવાન શિવ પર ચિત્રો બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news