T20 World Cup: સેમીફાઇનલમાં ENG vs NZ અને PAK vs AUS વચ્ચે ટક્કર, આ છે કાર્યક્રમ

ICC T20 World: આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ ગઈ છે. લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરનાર ચાર ટીમોએ નોકઆઉટમાં એન્ટ્રી કરી છે. જેમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. 
 

T20 World Cup: સેમીફાઇનલમાં ENG vs NZ અને PAK vs AUS વચ્ચે ટક્કર, આ છે કાર્યક્રમ

દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC T20 World Cup 2021) ની ચાર સેમીફાઇનલની ટીમ નક્કી થઈ ગઈ છે. આજે અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડે જીત મેળવીને સેમીફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. તો ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી શકી નથી. હવે ગ્રુપ-એમાંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીમાં પહોંચી છે. તો ગ્રુપ-બીમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ પહોંચી છે. હવે સેમીફાઇનલની લાઇનઅપ તૈયાર થઈ ગઈ છે. 

સેમીની લાઇનઅપ તૈયાર
આઈસીસી ટી20 વિશ્વકપમાં હવે સોમવારે માત્ર એક લીગ મેચ બાકી છે. ત્યારબાદ 10 નવેમ્બરે પ્રથમ સેમીફાઇનલ મેચ રમાશે. પ્રથમ સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. આ મેચ અબુધાબીમાં રમાશે. ત્યારબાદ બીજી સેમીફાઇનલમાં 11 નવેમ્બરે પાકિસ્તાનનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. આ મેચ દુબઈમાં રમાશે. 

આ છે સેમીફાઇનલનો કાર્યક્રમ
પ્રથમ સેમીફાઇનલ- 10 નવેમ્બર, ઈંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ, અબુધાબી
બીજી સેમીફાઇનલ- 11 નવેમ્બર, પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, દુબઈ

પાકિસ્તાને મેળવી પાંચ જીત
ગ્રુપ-બીમાં પાકિસ્તાનની ટીમ 5 મેચમાં પાંચ જીત સાથે 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી છે. એટલે પાકિસ્તાનની ટીમ ગ્રુપ-બીની બીજી ટીમ ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલમાં ટકરાશે. બીજીતરફ ગ્રુપ-બીમાં ન્યૂઝીલેન્ડની ટીમે ચાર જીત સાથે 8 પોઈન્ટ મેળવી સેમીમાં એન્ટ્રી મેળવી છે. 

ગ્રુપ-એમાં ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને
ગ્રુપ-એમાં ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી છે. ઈંગ્લેન્ડ 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના પણ 8 પોઈન્ટ હતા, પરંતુ નેટ રનરેટના આધારે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ સ્થાને રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news