કરણ જોહર સાથે તસવીરમાં આ છોકરી કોણ છે ? જાણીને ચોંકી જશો

આ તસવીર 1999ના ઝી સિને અવોર્ડસની છે 

કરણ જોહર સાથે તસવીરમાં આ છોકરી કોણ છે ? જાણીને ચોંકી જશો

નવી દિલ્હી : ફિલ્મમેકર કરણ જોહરે સોશિયલ મીડિયા પર બે દાયકા જૂની તસવીર શેયર કરી. આ તસવીરમાં ચાર લોકો દેખાઈ રહ્યા છે જેમાં એક બાળકી છે જેને પહેલી નજરે ઓળખી શકાતી નથી. આ તસવીર એક અવોર્ડ ફંક્શનની છે અને આ છોકરી છે એક્ટ્રેસ સોનાક્ષી સિંહા. આ તસવીરમાં ફિલ્મમેકર સુભાષ ઘઇ અને એક્ટર શત્રુઘ્ન સિંહા પણ દેખાઈ રહ્યા છે. આ તસવીર સાથે કરણ જોહરે કેપ્શન લખ્યું છે - આ તસવીર મારી સાથે શેયર કરવા માટે હું અભિષેક બચ્ચનનો આભાર માનું છું. શું તમને યાદ છે આ સોનાક્ષી સિંહા? મેં આ એવોર્ડ જીત્યો હતો પણ મને લાગે છે કે જાણે હું આખી સેરિમની જ ખાઈ ગયો હતો. કરણ જોહરે એક હેશટેગ જોડતા લખ્યું હતું કે, 'ડબલ ચિન એલર્ટ'. 

A post shared by Karan Johar (@karanjohar) on

આ તસવીર 1999ના ઝી સિને અવોર્ડની છે. આમાં કરણ જોહરને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ શોને હોસ્ટ કર્યો હતો અક્ષયકુમાર અને ઐશ્વર્યા રાયે. જોકે કરણને આ અવોર્ડ આપવા માટે ટીનેજર સોનાક્ષી સિંહાને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. કરણે પોસ્ટ કરેલી આ તસવીર સોનાક્ષી તેમજ અભિષેક બચ્ચને પણ કમેન્ટ કરી છે. 

આ જુની તસવીરમાં કરણ જોહર સ્થુળકાય દેખાય છે પણ આજે કરણ એકદમ ફિટ છે અને તેની ડબલ ચિન પણૃ ગાયબ છે. સામા પક્ષે સોનાક્ષી સિંહાના વ્યક્તિત્વમાં પણ ભારે બદલાવ આ્વ્યો છે. પહેલી ફિલ્મ 'દબંગ' પહેલાં સોનાક્ષીનું વજન ઘણું વધારે હતું પણ આ ફિલ્મ માટે તેણે ત્રીસ કિલો વજન ઘટાડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news