Video : દીપિકા અને શાહરૂખનો 'ભોજપુરી લુંગી ડાન્સ' વાઇરલ, જોઈને સુધરી જશે રવિવાર

'ચેન્નાઇ એક્સપ્રેસ'નું ડિરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે

Video : દીપિકા અને શાહરૂખનો 'ભોજપુરી લુંગી ડાન્સ' વાઇરલ, જોઈને સુધરી જશે રવિવાર

નવી દિલ્હી : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'નો 'લુંગી ડાન્સ' બહુ ફેમસ થયો હતો. આ ગીત લગ્ન તેમજ પાર્ટીઓમાં છવાઈ ગયું હતું. હની સિંહના અવાજમાં આવેલું આ રેપ સોન્સ રિલીઝની સાથે જ છવાઈ ગયું હતું. હોલિવૂડ સ્ટાર વિન ડિઝલ જ્યારે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારત આવ્યો હતો ત્યારે તેણે દીપિકા સાથે લુંગી ડાન્સ કર્યો હતા.  

હાલમાં આ ગીતનું ભોજપુરી વર્ઝન યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે. ભોજપુરી ભાષાની પોતાની આગવી મીઠાસ છે અને આ 'લુંગી ડાન્સ'ને થોડા પંજાબી, થોડા સાઉથ ઇ્ન્ડિયન અને થોડા ભોજપુરી અંદાજમાં ગાવામાં આવ્યું છે. 

'ચેન્નાઇ એક્સપ્રેસ'નું ડિરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું હતું અને આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણની જોવા મળી હતી. આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા હતા પણ એણે બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. બો્ક્સઓફિસ પર સૌથી ઝડપી 100 કરોડની કમાણી કરનાર ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news