Video : ભોજપુરી હોટ્ટી મોનાલિસા અને આદિત્ય નારાયણની Kiss થઈ છે વાઇરલ

મોનાલિસા ભોજપુરી ફિલ્મોની આગળ પડતી હિરોઇન છે

Video : ભોજપુરી હોટ્ટી મોનાલિસા અને આદિત્ય નારાયણની Kiss થઈ છે વાઇરલ

મુંબઈ : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં બે મોટા રિયાલિટી શોનો હિસ્સો બનીને પોતાની નવી ઓળખ બનાવી ચૂકી છે. હાલમાં મોનાલિસા તેની લેટેસ્ટ ભોજપુરી ફિલ્મના ગીતના કારણે ચર્ચાના ચકડોળે ચડે છે. આ ગીતમાં તે લોકપ્રિય સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ સાથેના કિસિંગ સીન કરતા જોવા મળે છે. આ કિસિંગ સીન આદિત્ય નારાયણનું ગીત મૂડ બિગાડેલુનો છે. ગત કેટલાક દિવસોથી આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર આદિત્ય નારાયણ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાની સાથે ધમાલ ડાન્સ કરે છે. 

આ ગીતના વીડિયોમાં આદિત્યને મોનાલીસાની સાથે લિપલોક કરતો પણ નજર આવ્યો છે. બંનેના કિસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે અને એને અત્યાર સુધી 16 લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે. 

મોનાલિસાની વાત કરીએ તો એ ભોજપુરી ફિલ્મની સાથે હાલના દિવસોમાં બંગાળી વેબ સિરિઝ 'ડુપુર ઠાકુરપો'ની બીજી સિઝનમાં પણ જોવા મળશે. મોનાલિસાએ થોડા દિવસ પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ સિરિઝની જાહેરા કરી હતી. બિગ બોસના ઘરમાં પોતાના જ  બોયફ્રેન્ડ અને ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે મોનાલિસાએ લગ્ન કર્યા હતા જેના પછી તે છવાઈ ગઈ હતી. મોનાલિસાની ગણતરી સૌથી વધારે ફી લેતી ભોજપુરી હિરોઇન તરીકે થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news