IPL 2018: મુંબઈએ પંજાબને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી

અત્યંત રોમાંચક થયેલા મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 3 રને હરાવ્યું હતું. 

IPL 2018: મુંબઈએ પંજાબને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી

મુંબઈઃ કરો યા મરો મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઘરમાં કિંગ્સ ઈલેવન પંજાબને 3 રને પરાજય આપ્યો. 187 રનના ટાર્ગેટને હાસિલ કરતા પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 183/5 બનાવી શકી. કેએલ રાહુલની સંઘર્ષપૂર્ણ ઈનિંગ એળે ગઈ. પંજાબની ઈનિંગમાં 4 ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ બન્યો હતો. 

આ જીત સાથે મુંબઈની પ્લેઓફની આશા જીવંત છે. પોઈન્ટ ટેબલમાં તે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પંજાબની ટીમ માટે આગળની સફર મુશ્કેલ બની ગઈ છે. પંજાબની નેટ રનરેટ ખરાબ છે અને તે છઠ્ઠા સ્થાને છે. 

પંજાબને અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી, પરંતુ માત્ર 13 રન બનાવી શકી. આ ઓવરમાં યુવરાજ 1 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા 19મી ઓવરમાં રાહુલ (94) રન પર બુમરાહની બોલિંગમાં આઉટ થયો હતો. 167 રન પર ચોથી વિકેટ પડતા પંજાબની આશા પર પાણી ફરી વળ્યું હતું. 
 
ટીમનો સ્કોર 145 રન હતો ત્યારે પંજાબને બીજો ઝટકો લાગ્યો. એરોન ફિન્ચ (45) રન બનાવી આઉટ થયો. રાહુલે 36 બોલમાં તેની અર્ધસદી પુરી કરી હતી. આ સીઝનમાં તેની છઠ્ઠી અર્ધસદી છે. 

ઓપનિંગની અશરૂઆત ગેલ અને રાહુલે કરી હતી. ગેલ 18 રન બનાવી આઉટ થયો હતો. પંજાબે 34ના સ્કોરે તેની પ્રથમ વિકેટ ગુમાવી હતી. 

આ પહેલા મુંબઈએ પંજાબને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી પોલાર્ડે (50), કૃણાલે (32) રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ટાયે 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. 

મુંબઈ તરફથી અન્ય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો સૂર્યકુમાર યાદવે 27, લુઈસે 7, ઈશાન કિશન 20, રોહિત 6, હાર્દિક પંડ્યા 9 કટિંગ 4 રન બનાવીને આઉટ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news