YouTube પર વાઇરલ બનેલો આ છોકરીનો VIDEO સેટ કરી દેશે વિકેન્ડનો મૂડ

હાલમાં આ ગીતનો ક્રેઝ યુવાનોમાં વધી ગયો છે

YouTube પર વાઇરલ બનેલો આ છોકરીનો VIDEO સેટ કરી દેશે વિકેન્ડનો મૂડ

નવી દિલ્હી : પોતાની બીમારીના કારણે લાઇમલાઇટથી દૂર રહેનાર રેપર યો યો હની સિંહે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના ગીત 'મખના'થી કમબેક કર્યું હતું. લોકોમાં આ ગીત બહુ લોકપ્રિય બન્યું હતું. આ ગીત યુવાનોમાં સુપરહિટ સાબિત થયું છે અને યુવાનો આ ગીતના ડાન્સ સ્ટેપ ફોલો કરીને એને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. 

હાલમાં આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે જેમાં એક કપલ ડાન્સ કરી રહ્યું છે. 20 જાન્યુઆરીએ યુ ટ્યૂબ પર Aadil Khan દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો 460,518 વાર જોવાઈ ગયોછે. આ ગીત પર અનેક લોકોએ ડાન્સ કર્યો છે પણ જઆ કપલનો ડાન્સ બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

હાલમાં સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જેની સાથે બધા જોડાવા ઇચ્છે છે. હની સિંહની વાત કરીએ તો તેણે પોતાની શરાબની લતથી છુટકારો મેળવવા માટે રિહેબિલિટેશન સેન્ટરનો સહારો લીધો હતો. આ પછી તે ફરી સંગીતની દુનિયામાં ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news