સપા-બસપા ગઠબંધન પર અમિત શાહનો પ્રહાર-'અમે એટલા શક્તિશાળી છીએ કે ફોઈ-ભત્રીજાએ પણ એક થવું પડ્યું'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દહેરાદૂનમાં ત્રિશક્તિ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશભરના મોટાભાગના પક્ષોમાં પક્ષ અધ્યક્ષ અને વડાપ્રધાન વંશવાદની પરંપરા મુજબ નક્કી થાય છે. પરંતુ ભાજપ એક ગરીબ વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ અને સુરક્ષા માટે મોદીજી એકવાર ફરીથી વડાપ્રધાન બને તે ખુબ જરૂરી છે. 
સપા-બસપા ગઠબંધન પર અમિત શાહનો પ્રહાર-'અમે એટલા શક્તિશાળી છીએ કે ફોઈ-ભત્રીજાએ પણ એક થવું પડ્યું'

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દહેરાદૂનમાં ત્રિશક્તિ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશભરના મોટાભાગના પક્ષોમાં પક્ષ અધ્યક્ષ અને વડાપ્રધાન વંશવાદની પરંપરા મુજબ નક્કી થાય છે. પરંતુ ભાજપ એક ગરીબ વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ અને સુરક્ષા માટે મોદીજી એકવાર ફરીથી વડાપ્રધાન બને તે ખુબ જરૂરી છે. 

અખિલેશ અને માયાવતી ઉપર સાધ્યુ નિશાન
અમિત શાહે યુપીમાં બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે લોકસભા ચૂંટણી માટે થયેલા ગઠબંધનને આડે હાથ લીધુ. તેમણે કહ્યું કે ગઠબંધન માટે યુપીની પણ ચર્ચા થાય છે. ક્યારેય એકબીજાનું મોઢું ન જોનારા, નમસ્તે ન કરનારા ફોઈ-ભત્રીજા એક મંચ પર આવી ગયાં. તેઓ એક થઈ ગયાં. આ જ વસ્તુ જણાવે છે કે અમે કેટલા શક્તિશાળી છીએ. અમારા કારણે તેમણે એક થવું પડ્યું. 

અમિત શાહે સંમેલનમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોના આધાર પર ચૂંટણી જીતે છે, ભાજપના કાર્યકર્તા મુશ્કેલથી મુશ્કેલ ચૂંટણીને પણ પ્રચંડ વિજયમાં ફેરવવાની તાકાત ધરાવે છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીની સરકાર અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર રાવતની સરકાર છે. આ બંને સરકારોએ ફાસ્ટ ટ્રેક પર ઉત્તરાખંડના વિકાસને આગળ વધારવાનું કામ કર્યું છે. શાહે કહ્યું કે વિપક્ષ ફક્ત મોદી હટાવોની વાત કરે છે. જેટલું નામ તેઓ મોદીજીનું લે છે, એટલું જો નારાયણનું લે તો તેમનુ કલ્યાણ થઈ જાય. 

મોદી સરકારે આપ્યું સૌથી મોટુ રક્ષા બજેટ
અમિત શાહે શુક્રવારે રજુ થયેલા બજેટને લઈને વિપક્ષને આડે હાથ લીધો. તેમણે  કહ્યું કે ગઈ કાલે જ્યારે પીયૂષ ગોયલજી દેશનું બજેટ રજુ કરી રહ્યા હતાં ત્યારે જોશમાં બોલનારા વિપક્ષીઓના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા જે બજેટ ગઈ કાલે રજુ  કરાયું તેમાં ખેડૂતો માટે કરાયેલી જાહેરાતોથી 12 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે. દેશની આઝાદી બાદથી પહેલીવાર દેશને સૌથી મોટુ રક્ષા બજેટ મોદી સરકારે આપ્યું છે. 

ડીબીટીથી મળ્યો લાભ
શાહે કહ્યું કે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલુ છું, જ્યારે ગામડાઓમાં 15 પૈસા પહોંચે છે. અમે ડાઈરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ના માધ્યમથી વિભિન્ન પેન્શનો અને યોજનાઓની રકમ સીધા લોકોના ખાતામાં જમા કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આઝાદીના 70 વર્ષ બાદ પણ ગરીબ પોતાની સારવાર કરાવી શકતો નહતો. મોદીજી આયુષ્યમાન ભારત યોજના લાવ્યા અને હવે ગરીબોની 5 લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ ભાજપની નરેન્દ્ર મોદી સરકાર ઉઠાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news