આલિયાએ 'ટીપ ટીપ બરસા પાની' પર કર્યો ડાન્સ અને તરત જ VIDEO થયો VIRAL

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટના ચાહકો હંમેશા તેની ઝલક જોવા માટે તલપાપડ હોય છે. તેનો કોઈપણ વીડિયો ઇન્ટરનેટ પર તરત જ વાઇરલ થઈ જાય છે. 

આલિયાએ 'ટીપ ટીપ બરસા પાની' પર કર્યો ડાન્સ અને તરત જ VIDEO થયો VIRAL

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટના ચાહકો હંમેશા તેની ઝલક જોવા માટે તલપાપડ હોય છે. તેનો કોઈપણ વીડિયો ઇન્ટરનેટ પર તરત જ વાઇરલ થઈ જાય છે. હાલમાં આલિયાએ અનેક બિગ બજેટ ફિલ્મો સાઇન કરી છે. આ સંજોગોમાં આલિયાએ હાલમાં એક વીડિયો શેયર કર્યો છે જે ઇન્ટરનેટ પર આવતા જ વાઇરલ થઈ ગયો છે. 

આલિયાએ પોતાના આ વીડિયો સાથે પોતાની યુટ્યૂબ ચેનલને પણ લોન્ચ કરી છે. આલિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કરીને પોતના ચાહકોને સરપ્રાઇઝ આપી છે. 

— Alia Bhatt (@aliaa08) June 26, 2019

આલિયાએ સોશિયલ મીડિયામાં યુ ટ્યૂબ ચેનલની લિંક શેયર કરી છે. આ વીડિયોમાં આલિયા 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાના ગીત ટીપ..ટીપ..બરસા પાની પર ગીત ગાતી જોવા મળી રહી છે. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ફિલ્મમેકર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષયકુમાર અને કેટરિના કૈફ આ ગીતને રિક્રિએટ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news