સૌરાષ્ટ્ર પર મેઘ મહેરબાન, સવા 5 ઈંચ વરસાદથી ગોંડલ થયું પાણી-પાણી

હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો બીજી તરફ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઈંચ, ગીર સોમનાથના ઉના અને ભાવનગરના પાલિતાણામાં 2.5 ઈંચ વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ ગોંડલમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર પર મેઘ મહેરબાન, સવા 5 ઈંચ વરસાદથી ગોંડલ થયું પાણી-પાણી

અમદાવાદ :હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો બીજી તરફ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઈંચ, ગીર સોમનાથના ઉના અને ભાવનગરના પાલિતાણામાં 2.5 ઈંચ વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ ગોંડલમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

લગ્નની પહેલી રાત્રે પતિએ પડખુ ફેરવ્યું તો પત્ની બાજુમાં ન હતી... લૂંટેરી દુલ્હનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો

ગોંડલમાં સૌથી વધુ વરસાદ 
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે અનેક પ્રાંતોમાં વરસાદ જોવા મળ્યો છે. પરંતુ ગોંડલમાં સવાપાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગોંડલમાં આભ ફાટવા જેવી સ્થિતિ બની છે. ઠેકઠેકાણે પાણી ભરાયા છે. તો લોકો પણ સવારથી જ અટવાયા છે. ગોંડલમાં અતિ વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગોંડલના દેરડી(કુંભાજી), મોટી ખિલોરી, રાણસીકી, વિંઝીવડ અને નાના સખપુર સહિતના ગામોના સીમ વિસ્તારમાં વાદળ ફાટ્યુ હોય તેવી સ્થિતિ બની છે. અતિ ભારે વરસાદને કારણે ખેતરોના પાણીએ વેણ બદલ્યાની સાથે ખેડૂતોના ખેતરોને નુકસાન થવાની અણીએ છે. આ વરસાદને કારણે આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પૂર હોનારતની યાદો ફરીથી લોકોને તાજી થઈ હતી. જોકે, હજી સુધી કોઈ નુકશાનીના સમાચાર જાણવા મળ્યા નથી. 

તો બીજી તરફ, ધોરાજીમાં 4 ઈંચ, ઉપલેટામાં 3 ઈંચ વરસાદ, લોધિકામાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો પડધરી, કોટડા અને જામકંડોરણામાં 2-2 ઈંચ વરસાદ છે. જેતપુર, જસદણમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ 1.5 ઈંચ અને વીંછિયામાં 1.5  ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ વરસી રહ્યો છે. 

ઊનામાં 3 ઈંચ વરસાદ
ઉના શહેરમાં ગઈકાલે દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. તો ઉનાના જ વિદ્યાનગર વિસ્તારમાં માત્ર 2 મિમી વરસાદ પડ્યો છે. મેઘરાજા શહેર પર ઓળઘોળ થયા હોય તેમ ગ્રામ્ય પંથકમાં પણ છૂટા છવાયા ઝાપટા વરસ્યા છે. 

વીજળી પડવાના બનાવમાં 6ના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસમા વીજળી પડવાના 3 બનાવો બન્યા છે. આ બનાવમાં 3ના મોત થયા છે, અને 7 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. સાયલાના હડાળામાં વીજળી પડવાના બનાવમાં 2ના મોત થયા છે. તો સાયલાના જસાપરમાં 6 ઇજાગ્રસ્ત થયા છે. લખતરના ઓળકમાં વીજળી પડવાની ઘટનામાં એકનુ મોત તથા એક ઇજાગ્રસ્ત થયા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 3 જુલાઈ આસપાસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં વેધર વૉચ કમિટીની બેઠક બાદ રાજ્યની SDRF ટીમોને જરૂરી સાધનસામગ્રી સાથે સ્ટેન્ડ બાય રહેવાના અપાયા આદેશ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ધીમી ગતિએ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news