આ છોકરીઓના ડાન્સ જીત્યું લોકોનું દિલ, YouTube પર છવાઈ ગયો VIDEO

ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથની સુપરહિટ ફિલ્મ KGFના હિન્દી વર્ઝને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે. લોકો આ ફિલ્મના બીજા ચેપ્ટરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું એક ગીત 'ગલી ગલી' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું છે. 

આ છોકરીઓના ડાન્સ જીત્યું લોકોનું દિલ, YouTube પર છવાઈ ગયો VIDEO

નવી દિલ્હી : ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથની સુપરહિટ ફિલ્મ KGFના હિન્દી વર્ઝને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે. લોકો આ ફિલ્મના બીજા ચેપ્ટરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું એક ગીત 'ગલી ગલી' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું છે. આ ગીત ઇન્ટરનેટ પર હિટ છે અને આ ગીતમાં મૌની રોયના ડાન્સને લોકોએ બહુ પસંદ કર્યો છે. અનેક યુવાનો પોતાના આ ગીત પરના ડાન્સને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. 

હાલમાં ઇન્ટરનેટ પર આવો જ વીડિયો વાઇરલ બની રહ્યો છે જેને The BOM Squad નામની એક યુ ટ્યૂબ ચેનલે અપલોડ કરી છે. આ ગીતમાં કુલ પાંચ છોકરીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. આ વીડિયો બે લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે અને એને લોકોની મિક્સ પ્રતિક્રિયા પણ મળી રહી છે. 

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ચુક્યું છે કે એની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. આ માધ્યમથી યુવાન સમગ્ર દેશ સામે પોતની ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થયો છે. આવા ટેલેન્ટેડ યુવાનો માટે સોશિયલ મીડિયા એક વરદાન સાબિત થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news