આમિરની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ મિશાલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video થયો Viral

ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે

આમિરની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ મિશાલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video થયો Viral

મુંબઈ : હાલમાં આમિર ખાનની દીકરી ઇરા ખાન તેના પ્રેમપ્રકરણને કારણે ચર્ચામાં છે. હાલમાં ઇરા અને તેના બોયફ્રેન્ડ મિશાલનો રોમેન્ટિક ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો છે. તેમની સાથે વીડિયોમાં કોમન ફ્રેન્ડ પણ દેખાય છે. આ વીડિયોમાં ઇરા અને મિશાલ વચ્ચે ક્યુટ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 

A post shared by Ira Khan (@khan.ira) on

હાલમાં ઇરા પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ઇરાના એક ચાહકે સવાલ કર્યો હતો કે શું તે કોઈને ડેટ કરી રહી છે ? ત્યારે ઇરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેયર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે. આમ, તેણે ખુલ્લંખુલ્લા પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી છે. ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે અને દરેક તસવીરમાં બંને વચ્ચેનું જોરદાર બોન્ડિંગ જોવા મળે છે. મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યુસર છે. તેનો મ્યૂઝિક વીડિયો પણ યૂટ્યૂબ પર રિલીઝ થઈ ચૂક્યો છે. મિશાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણાં સિંગિંગ અને મ્યૂઝિક વીડિયો પોસ્ટ કર્યા છે. વેલેન્ટાઈન ડે પર ઈરાએ મિશાલના ગીતનો વીડિયો શેર કરીને વિશ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news