પ્રિયંકા ચોપડાને મળી ગયો પ્રેમી? Videoમાં બોયફ્રેન્ડનો ચહેરો જોઈ લાગશે જોરદાર આંચકો
હાલમાં ઇન્ટરનેટ પર પ્રિયંકાનો એક વીડિયો વાઇરલ બન્યો છે
Trending Photos
મુંબઈ : પ્રિયંકા ચોપડાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. આ વીડિયોમાં તે પોતાના સ્પેશિયલ ફ્રેન્ડ નિક જોનસ સાથે બેસબોલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી છે.
હાલમાં અમેરિકાના એલએ ડોગર્સ સ્ટેડિયમમાં પ્રિયંકા અને નિક બેસબોલ મેચ જોતા જોવા મળ્યા છે. પ્રિયંકા અને નિકના અફેરની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી છે. આ બંનેએ તો ચર્ચાને અફવા ગણાવી છે પણ તેમનો વીડિયો કંઈક અલગ જ ઇશારો કરે છે. આ વીડિયો વાઇરલ થયા પછી બંનેના સંબંધો ફરી ચર્ચામાં આ્વ્યા છે. થોડા સમય પહેલાં આ બંનેની પાર્ટી કરતી તસવીર પણ વાઇરલ થઈ હતી.
@priyankachopra and @nickjonas at the #Dodgers game today. 😍 pic.twitter.com/3J91P9phzq
— PC Style File (@fashionistapc) May 27, 2018
નિક જોનસ અમેરિકન સિંગર તેમજ ગીતકાર છે. તેની ઉંમર 25 વર્ષ છે. પ્રિયંકા અને નિકની મુલાકાત ટીવી શો 'ક્વાન્ટિંકો'ના શૂટિંગ દરમિયાન કોમન ફ્રેન્ડ મારફતે થઈ હતી. આ મુલાકાત પછી આ બંને અનેકવાર સાથે જોવા મળ્યા છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા હવે સલમાન ખાનની ફિલ્મથી બોલિવૂડમાં ફરી જોવા મળશે. આ ફિલ્મમા સલમાન ખાન, તબ્બુ અને દિશા પટની કામ કરી રહ્યા છે. આ ફિલ્મ્ આવતા વર્ષે ઇદ પર રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે