63 વર્ષીય રેખાએ સ્ટેજ પર કર્યા ધમાકેદાર ડાન્સ, Video વાઇરલ

બોલિવુડ સિતારાઓ બેંગકોકમાં IIFA અવોર્ડ 2018ની મજા માણી રહ્યા છે

Updated By: Jun 25, 2018, 01:06 PM IST
63 વર્ષીય રેખાએ સ્ટેજ પર કર્યા ધમાકેદાર ડાન્સ, Video વાઇરલ

મુંબઈ : બોલિવુડ સિતારાઓ બેંગકોકમાં IIFA અવોર્ડ 2018ની મજા માણી રહ્યા છે. આ અવોર્ડ નાઈટમાં સામેલ થયેલા ઘણા એક્ટર્સે સ્ટેજ પર ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું પણ દિલ જીતી લીધા રેખાના ડાન્સે. રેખાએ ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘સલામ-એ-ઈશ્ક મેરી જાં’, ‘થાડે રહિયો ઓ બાંકે યાર’ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. 63 વર્ષીય રેખાએ 20 વર્ષ પછી સ્ટેજ પર ડાન્સ કર્યો છે અને સ્ટેજ પર્ફોમન્સ દરમિયાન રેખા ખૂબ સુંદર લાગતી હતી. 

આ અગાઉ રેખાએ 31 જાન્યુઆરી, 1998માં આયોજિત 43મા ફિલ્મ ફેર અવોર્ડમાં સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. એ વખતે રેખાએ ‘યે ક્યા શહર હૈ દોસ્તો’, ‘ઈન આંખો કી મસ્તી’, ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘દિલ ચીઝ ક્યા હૈ’ ગીત પર ઠુમકા લગાવ્યા હતા.

રિતેશ દેશમુખ અને કરણ જોહર આ શોના હોસ્ટ હતા. રેખા સિવાય બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેમજ બોબી દેઓલે પણ પોતાના હિટ  ગીતો પર જોરદાર પર્ફોમન્સ આપ્યું. આ શોમાં લાઇટ પિંક રંગનો અનારકલી સૂટ પહેરેલી રેખાનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થયો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...