સુરતમાં ફિલ્મ 3 idiotsના ideaથી બચાવ્યો નવજાત બાળકીનો જીવ
સુરતના હરિ નગર ખાતે 108 એમ્બ્યુલન્સને ઘરમાં પ્રસુતિનો કેસ હોવાનો કોલ મળ્યો હતો. સ્થળ પર પહોંચતા એક ઝુંપડાની અંદર પ્રસૂતા જમીન ઉપર તફડી રહી હતી.
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરત ખાતે 3 ઈડિયટ્સ જેવી ડિલીવરી થઈ હતી, પ્રથમ વાર એવી પ્રસ્તુતિ થઈ જેમાં બાળકીનો જીવ હેલોજન લૅમ્પ નીચે રાખીને બાળકીના શરીરનું તાપમાન નોર્મલ કરી બચાવવામાં આવયો.
ગુરુવારની મોડી રાતે હરિ નગર ખાતે 108 એમ્બ્યુલન્સને ઘરમાં પ્રસુતિનો કેસ હોવાનો કોલ મળ્યો હતો. સ્થળ પર પહોંચતા એક ઝુંપડાની અંદર પ્રસૂતા જમીન ઉપર તફડી રહી હતી. ઘરમાં લાઇટ પણ ન હોવાથી તાત્કાલિક મોબાઇલની ફ્લેશ લાઇટથી તપાસ કરતા બાળકનું માથું પ્રસુતિ માર્ગમાં ફસાયેલું જોવા મળ્યું હતું. સાથે સાથે બાળકના ગળામાં 2 રાઉંડ ગર્ભનાળ વીંટળાયેલી હતી. આ સ્થિતિમાં 108ને ક્રિટિકલ સંજોગોમાં મળેલી સ્પેશિયલ ટ્રેનિગનો અનુભવ કામ આવ્યો હતો.
ગર્ભનાળને કોર્ડ ક્લેમપ કરી અને નાઈફથી કટિંગ કરી માતાને સ્થળ પરજ નોર્મલ ડિલીવરી કરાવી હતી. જોકે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં અને હૃદયના ધબકારા ઘટી જવાથી તાત્કાલિક CPR તેમજ BVM +O2 આપીને બાળકને નોર્મલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા અને બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ રવાના થયા હતા. પરંતુ બાળકનું બોડી તેમરેચર ઘટી જતાં 108 એમ્બ્યુલન્સની હેલોજન લૅમ્પ નીચે રાખીને બાળકના શરીરનું તાપમાન નોર્મલ કરી બાળક નો જીવ બાચાવ્યો હતો.
માતાનું પણ BP ઘટી ગયું હોવાથી એમ્બ્યુલન્સમાં સારવાર આપીને માતા તથા બાળકની જીંદગી બચાવવાનો પ્રયાસ 108ના કર્મચારીઓએ કર્યો હતો. 15 મિનિટમાં જ માતા તથા બાળકને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં સફળ રહ્યા હતા. દર્દીના સગાઓએ પહેલીવાર લાઈવ ક્રિટિકલ પ્રસુતિ જોઈ 108ના સ્ટાફનો આભાર માન્યો હતો અને 108 એમ્બ્યુલન્સની કામગીરીની પ્રશંસા કરી હતી.
ઉધના હરિનગરમાં 108ના કર્મચારીએ ફ્લેશ લાઈટથી પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં પણ બાળકના શરીરનું ઘટી ગયેલું તાપમાન એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટથી ગરમી આપી નોર્મલ કરી બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રસુતિ બાદ નવજાત બાળક અને માતાને પ્રાથમિક સારવાર આપી 15 જ મિનિટમાં હોસ્પિટલ પહોંચાડાયા હતા. પરિવારે પણ આવી લાઈવ ક્રિટિકલ પ્રસુતિ જોઈ 108ના કર્મચારી અને સેવાનો આભાર માન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે