વડોદરામાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા, 2 લોકોના મૃત્યુ
ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં છે, જેમાં વડોદરાનો સમાવેશ થાય છે.
Trending Photos
વડોદરાઃ વડોદરા જિલ્લામાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. આ સાથે કુલ પીડિતોની સંખ્યા 324 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે. તો બે વ્યક્તિઓના મૃત્યુ થવાની સાથે કુલ મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે.
આજે નવા 19 કેસ નોંધાયા
વડોદરામાં આજે નવા 19 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 324 થઈ ગઈ છે. તો 54 વર્ષના કલ્પના મસ્કે અને 67 વર્ષના હનીફ રંગ રેજનું નિધન થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 23 થઈ ગયો છે. વડોદરામાં ગુરૂવારે સાંજથી શુક્રવારે સવાર સુધીમાં 142 સેમ્પલની ચકાવણી કરવામાં આવી હતી. જેમાં 19 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.
વડોદરા રેડ ઝોનમાં
કેન્દ્ર સરકારે આજે કોરોના વાયરસના કેસના આધારે જિલ્લાઓને રેડ, ઓરેલન્જ અને ગ્રીન ઝોનમાં રાખ્યા છે. ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં છે, જેમાં વડોદરાનો સમાવેશ થાય છે.
શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 4400થી વધારે કેસ નોંધાયા છે. તો તો 215 કરતા વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં 600થી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ પણ થઈ ગયા છે. અમદાવાદમાં સૌથી વધુ 3000થી વધુ કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે