રાજકોટ: જાહેર નામાનો ભંગ કરનારી રાજકોટની 2 ચાની દુકાનોને સીલ મારી દેવાયા
Trending Photos
રાજકોટ : હાલ કોરોના કાળમાં સરકાર દ્વારા લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને એકત્ર નહી થવા માટે જણાવવામાં આવ્યું છે. ચાની અને પાનની દુકાનોએ પાર્સલ લઇને લોકોને જતા રહેવાની શરત સાથે મુક્તિ આપવામાં આવી હતી. જો કે રાજકોટનાં ફુલછાબ ચોક પાસે આવેલી ખોડિયાર ટી સ્ટોલ અને રૈયા રોડ પર આવેલી કિસ્મત ટી સ્ટોલ પર મોટા પ્રમાણમાં ટોળા એકત્ર થયા હતા.
કોર્પોરેશન દ્વારા અગાઉ એકવાર સુચના આપી હતી. જો કે ચાની દુકાનો પર ટોળા યથાવત્ત રહેતા આજે કોર્પોરેશને પોલીસ અધિકારીને સાથે રાખીને ચાની દુકાન પર સીલ મારી દીધું હતું. બંન્ને દુકાનોને આગામી ત્રણ દિવસ નહી ખોલવાનો આદેશ આપીને બંન્ને દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. બંન્ને દુકાનો વિરુદ્ધ જાહેરાનામા ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ખાણી પીણીની તમામ દુકાનોને ટેક અવે પદ્ધતી હેઠળ જ છુટ અપાઇ છે
રાજકોટ મ્યુનિસિપલ કમિશઅનર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે, રાજકોમાં ટેક અવે (પેક કરાવીને ઘરે લઇ જાવ) પદ્ધતી હેઠળ જ તમામ ખાણી પીણીની દુકાનોને છુટ આપી છે. જો કે કેટલાક ચાની કિટલી અને પાનના ગલ્લા સંચાલકો દ્વારા ટોળા એકત્ર થવા દેવાયા હતા. આ બાબત ધ્યાને આવતા કોર્પોરેશ દ્વારા પોલીસને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ ડ્રાઇવ યથાવત્ત ચલાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે