અમદાવાદમાં 2435.96 કરોડનું મસમોટું GST કૌભાંડ પકડાયું, સોનીએ પરિવારના નામે કરી કરોડોની હેરાફેરી
Trending Photos
- ભરત સોનીએ કબૂલાત કરી કે તે 10 વર્ષથી આ રીતે બોગસ બિલ જનરેટ કર્યો હતો
- ભરત સોનીએ પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી 2435.96 કરોડનું કૌભાંડ કર્યું
અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું છે. સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડ્યા હતા. જેમાં શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરવામાં આવી છે. ભરત સોનીએ સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી સુનિયોજીત કાવતરું રચીને કૌભાંડ આચર્યું હતું. ત્યારે ભરત સોની અને તેનો પરિવાર છેલ્લા 10 વર્ષથી કરચોરી કરતો હતો.
સેન્ટ્રલ જીએસટીની નોર્થ કમિશનરેટની ટીમે પહેલી વખત રૂ. 10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. કૌભાંડનો મુખ્ય આરોપી ભરત સોનીએ 6 બોગસ પેઢી બનાવી હતી. જેના નામે તેણએ 2435.96 કરોડના બોગસ બિલ જનરેટ કર્યા હતા. ભરત સોનીએ પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી 2435.96 કરોડનું કૌભાંડ કર્યું છે. ડેમાં ભરત સોનીએ પુત્ર, પુત્રવધુ અને સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપી હતી. ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, એન.એસ. એન્ટરપ્રાઇઝ, એસ.એ. ઓર્નામેન્ટ્સ નામની વિવિધ ફર્મ બનાી હતી. તેણે બી-2 જેમ્સ નામે પણ ટ્રેડિંગ ફર્મ શરૂ કરી હતી. ભરત સોનીએ તમામ ફ્રોડ મારફતે 2435.96ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડિટ મેળવી હતી. તો ખરીદદારોના નામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. જીએસટીની નોર્થ કમિશનરેટની ટીમ સામે ભરત સોનીએ આ તમામ બાબતો સ્વીકારી હતી. ત્યારે તેની કબૂલાતથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ભરત સોનીએ કબૂલાત કરી કે તે 10 વર્ષથી આ રીતે બોગસ બિલ જનરેટ કર્યો હતો. જોકે, આ બોગસ બિલિંગ કૌભાંડમાં શહેરના નામી જ્વેલર્સ અને બુલિયનના વેપારીઓના નામો સામે આવ્યાં છે.
હાલ આરોપી ભરત સોનીને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડી મેળવાઈ છે. ભરત સોની હાલ 14 દિવસની જ્યુ. કસ્ટડી હેઠળ છે. જોકે, કૌભાંડમાં હજુ વધુ માથા સંડોવાયા હોવાની સંભાવના છે. તો આખું કૌભાંડ 7250 કરોડ સુધી પહોંચે તેવી એજન્સીને શંકા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે