બોગસ હથિયાર વેચવાના કેસમાં નિવૃત્ત આર્મી જવાન સહિત 3 લોકોની ધરપકડ, આ રીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક
જમ્મુ-કાશ્મીરથી ગેરકાયદેસર હથિયાર લાવી ગુજરાતમાં વેચવામાં આવતા કેસમાં મુખ્ય આરોપી બાદ તેમાં સંડોવાયેલા એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આજે આ કેસમાં એક નિવૃત્ત આર્મી જવાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હથિયારોનું નેટવર્ક દેશવ્યાહી હોવાનું ખુલતા પોલીસે ગન લાયસન્સની તપાસ શરૂ કરી છે.
Trending Photos
ઉદય રંજન ઝી મીડિયા, અમદાવાદઃ અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના કારોબારમાં વધુ એક નિવૃત્ત આર્મી જવાન સહિત 3 લોકોની ધરપકડ કરવા માં આવી છે. સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવીને હથિયાર વેચવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. બે વર્ષમાં 800થી પણ વધુ હથિયારો ગન હાઉસમાં વેચાયા છે. આ હથિયારો નેટવર્ક દેશ વ્યાપી હોવાનું ખુલતા પોલીસ ગન લાયસન્સની તપાસ શરૂ કરી છે. કોણ છે હથિયારોના માસ્ટર માઈન્ડ જોઈએ આ અહેવાલમાં.
ગેરકાયદેસર હથિયારોના વેચાણમાં વધુ એક નિવૃત્ત આર્મી જવાન પોલીસ સકંજામાં આવ્યો છે. જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લીકેટ લાયસન્સ આપવાનું રેકેટ શરૂ કર્યું હતું જેમાં પોલીસે જમ્મુ કાશ્મીરથી વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ 3 આરોપીમાં એક નિવૃત્ત આર્મી જવાન રસપાલકુમાર ચદગાલ અને ગન હાઉસ નો માલિક ગૌરવ કોટવાલ અને તેનો મેનેજર સજીવ કુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રસપાલ કુમાર આસામ રાઈફલ્સ માં સૈનિક તરીકે ફરજ બજાવતો તે સમયે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સર્પક માં આવ્યો હતો..આ બન્ને જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોટવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા..જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો હતો..મહત્વનું છે હથિયારના લાઇસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે તે લાયસન્સ ધારકે હાજર હોવું જોઈએ પણ ગન શોપ ના માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેચતા હતા. સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે..
ગેરકાયદેસર હથિયાર કારોબારમાં મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી છે જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. તેની આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલના સંપર્કમાં આવ્યો હતો. બન્ને આરોપી આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત થયા બાદ સચિવાયલમાં સિક્યુરિટી હેડ તરીકે ફરજ બજાવે છે. આરોપી નિવૃત થયા બાદ બન્ને આરોપી ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું. જેમાં આરોપી જતીન નિવૃત્ત આર્મી જવાનના સંપર્ક કરીને તેઓના લાયસન્સ રીન્યુ કરવાના બહાને હથિયાર અને લાયસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો. જ્યારે પ્રતીક ચૌધરી આ લાયસન્સના આધારે જમ્મુ કાશ્મીરથી રસપાલ કુમાર સાથે હથિયાર મેળવી લેતો હતો. જે બાદ ડુપ્લીકેટ લાયસન્સ બનાવીને ગુજરાતમાં અલગ અલગ લોકોને વેચતા હતા. તેની સાથે આરોપી બિપિન મિસ્ત્રી હથિયાર ખરીદનાર ગ્રાહકો સંપર્ક કરાવતો હતો. આરોપી 20થી વધુ લોકોને હથિયાર અને લાયસન્સ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હથિયારના સોદાગરો બાદ હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરી છે
આરોપી પ્રતીક ચૌધરી તેની પાસેથી હથિયાર ખરીદતો હતો. તેઓ 2 થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15થી25 લાખમાં ગુજરાતમાં વેચતા હતા. આ હથિયાર જમ્મુથી બસમાં અમદાવાદ લાવતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકોને હથિયાર વેચ્યા હોવાનું ખુલ્યું છે. ત્યારે લાયસન્સમાં જે અધિકારીના સહી અને સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બનાવતી હોવાનું સામે આવ્યું છે ત્યારે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે