Online fraud: ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુનામાં 368 ટકાનો વધારો, જાણો કયા કેવા ગુના નોંધાયા
ઇન્ટરનેટની પહોંચ જેમ જેમ વધી રહી છે તેમ તેમ આ સાઇબર ક્રાઇમના ગુન્હા પણ વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં જ સાઇબર ક્રાઇમના ગુન્હામાં 368 ટકાનો વધારો થયો છે, ત્યારે ગુજરાતમાં કયા પ્રકારના ગુન્હા વધ્યા અને કયા છે કારણો જાણીએ.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: વધતા જતા ડીજીટલાઇઝેશનની સાથે સાથે તેને લગતા ગુન્હાઓ પણ હવે વધુ આધુનિક થયા. ઇન્ટરનેટની પહોંચ જેમ જેમ વધી રહી છે તેમ તેમ આ સાઇબર ક્રાઇમના ગુન્હા પણ વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં જ સાઇબર ક્રાઇમના ગુન્હામાં 368 ટકાનો વધારો થયો છે, ત્યારે ગુજરાતમાં કયા પ્રકારના ગુન્હા વધ્યા અને કયા છે કારણો જાણીએ.
વૈશ્વિક મહામારી કોરોનાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો કોરોનાની બચવા માટે લોકો એક બીજાને મળવાનું અને હાથ મીલાવવાનું ટાળતા સાથે જ શક્ય હોય ત્યાં સુધી બીજાના હાથથી વસ્તુ સ્વિકારતા ન હતા. આ તો સામાન્ય ઘટના થઇ પણ રોજ દુકાનેથી કંઇ વસ્તુ ખરીદવાની થાય અને રૂપિયા આપવા અથવા પરત લેવાનું થતુ જે ટાળવા માટે પણ લોકો ઓનલાઇન પેમેન્ટ તરફ વળ્યા. સરકારના આંકડા પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં ડીજીટલ પેમેન્ટમાં 200 ગણો વધારો થયો. હવે જો ડીજીટલ પેમેન્ટ વધ્યુ હોય તો તેને લગતા ગુન્હા પણ વધે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં સાઇબર ક્રાઇમના ગુન્હમાં 368 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2020માં ઓનલાઇન ઠગાઇની 23055 ફરિયાદ થઇ, 11.07 કરોડની રકમ ફ્રીજ કરવામાં આવી. જેમાંથી 8.44 કરોડ રીકવર થયા. વર્ષ 2021માં ઓન લાઇન ઠગાઇની 28908 ફરિયાદ થઇ 25.57 કરોડની રકમ ફ્રીજ કરવામાં આવી. જેમાંથી 11.51 કરોડ રીકવર થયા. વર્ષ 2020માં ઓન લાઇન ઠગાઇની 66997 ફરિયાદ થઇ અને 62.1 કરોડની રકમ ફ્રીજ કરવામાં આવી. જેમાંથી 12.03 કરોડ રીકવર થયા.
સાઇબર ક્રાઇમમાં માત્ર નાણાકીય છેતરપીંડી નહી સાથે જ સાયબર ધમકીઓ, મહિલાઓ સામે જાતીય સતામણીના કેસ વધ્યા છે. વર્ષ 2022માં સાઇબર ક્રાઇમના 5228 કેસ રજીસ્ટ્રર થયા, જે પૈકીના 75 થી 80 ટકા કેસ મહિલાઓને લગતા હતા. વર્ષ 2017થી 2020 વચ્ચે સાઇબર કેસ સરેરાશ 94 હતા, જે વર્ષ 2020માં 94થી વધી 277 થયા. વર્ષ 2020માં મહિલાઓને ટાર્ગેટ કરતા 781 કેસ નોંધાયા. વર્ષ 2021 -22 માં અનેક એવા કેસ આવ્યા, જ્યાં આરોપીઓએ પિડિતોનું શોષણ કરવા તેમની સાથે પ્રેમ સંબંધનું નાટક કર્યુ. વર્ષ 2021માં સાઇબર ક્રાઇમના કેસ 17237 હતા. જે વર્ષ 2022માં 80681 થયા. ઓનલાઇન ઠગાઇના કેસ વર્ષ 2021માં 11131 હતા. જે વર્ષ 2022માં 70138 થયા. લે ભાગુ તત્વોની મોડસ ઓપરેન્ડીમાં કસ્ટર કેર નંબરથી સૌથી વધારે ફ્રોડ થયાનું સામે આવ્યું. આ સિવાય આરોપીઓ લાલચ અને ડર બતાવી લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ લોકોને છેતરવા માટે એક પ્રકારની સોશિયલ એન્જીનીયરીંગ ટમ્પલેટનો ઉપયોગ કરે છે. ઓન લાઇન ખરીદી કરવાના કિસ્સામાં છેતરાનારો વર્ગ મોટા ભાગે યંગસ્ટર્સ હોય છે. સિનિયર સીટીઝન ઓપીટી આપવાની ભુલ કરી ઠગાઇનો ભોગ બને છે તો માટે ભાગે સસ્તી લલચામણી ઓફરો આપતી સાઇટની લીંક ખોલી લોકો છેતરપીડીનો ભોગ બને છે. આરોપીઓ માટે ઓન લાઇન ખરીદી, વિજળીનું બિલ ભરવુ કે લોન એપ છેતરપીડીનું કરવાનું મુખ્ય હથિયાર છે.
પોલીસના કહેવા પ્રમાણે સાયબર ફ્રો઼ડથી બચવા માટે નાગરિકોએ....
- પોતાના બેંક એકાઉન્ટ અને બેલેન્સ પર સતત નજર રાખવી
- ખુબજ મજબુત અને અટપટો પાસવર્ડ રાખવો
- સ્પામ મેલ સાથે આવેલા એટેચમેન્ટ ખોલવા નહી
- સ્મામ મેલ તથા વિશ્વસનીયતાન ધરાવતી સાઇટની લીંક ખોલવી નહી
- પોતાની માહિતિ ત્રાહીત વ્યક્તિને આપવી નહી
ધોરણ.10-12ના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે આવશે પરિણામ
કોરોનાને ફેલાતો અટકાવવા માટે સુત્ર હતુ, સાવચેતી એ જ બચાવ, વાઇરસથી બચવા માટે ચલણી નોટને સ્પર્શવાનું પણ લોકોએ ટાળ્યુ અને ડીજીટલાઇઝેશન તરફ દોટ મુકી. જોકે ત્યાં છેતરપીડીના અનેક કિસ્સા વધ્યા. એટલે જો ડીજીટલ યુગમાં રહેવુ હોય અને કોઇ પણ પ્રકારની છેતરપીંડીનો ભોગ ન બનવુ હોય તો અહી પણ એ જ સુત્ર સાથે રાખવુ પડશે સાવચેતી એ જ બચાવ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે