મચ્છુ હોનારતને થયા 40 વર્ષ, દિવંગત આત્માની શાંતિ માટે મોરબીમાં મૌન રેલી

11મી ઓગસ્ટ 1979ના દિવસે મોરબી તબાહ થઇ ગયું હતું. જેથી આ દિવસે દર વર્ષે મોરબી પાલિકા કચેરીથી મણીમંદિર પાસે આવેલ હોનારતના દિવંગતોની ખાંભી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના સ્વજનો સહિત સર્વસ્વ ગુમાવનારા લોકો ઉપરાંત બન્ને રાષ્ટ્રીય પક્ષના આગેવાનો સહિતના અગ્રણીઓ હાજર રહે છે અને દિવંગત આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરીને શાંતિ માટે પ્રભુને પ્રર્થના કરી હતી.

મચ્છુ હોનારતને થયા 40 વર્ષ, દિવંગત આત્માની શાંતિ માટે મોરબીમાં મૌન રેલી

હિમાંશુ ભટ્ટ/મોરબી: 11મી ઓગસ્ટ 1979ના દિવસે મોરબી તબાહ થઇ ગયું હતું. જેથી આ દિવસે દર વર્ષે મોરબી પાલિકા કચેરીથી મણીમંદિર પાસે આવેલ હોનારતના દિવંગતોની ખાંભી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના સ્વજનો સહિત સર્વસ્વ ગુમાવનારા લોકો ઉપરાંત બન્ને રાષ્ટ્રીય પક્ષના આગેવાનો સહિતના અગ્રણીઓ હાજર રહે છે અને દિવંગત આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરીને શાંતિ માટે પ્રભુને પ્રર્થના કરી હતી.

આજથી 40 વર્ષ પહેલા આવેલા હોનારતના કારણે ત્યારે મોરબી શહેર ટાપુ સામન બની ગયું હતું. અને ચોમેર પાણી જ પાણી હતું. હજારો લોકોએ પોતાના સ્વજનોને મચ્છુના પાણીમાં પોતાની નજર સામે જોયા હતા. જેથી આ દિવસને મોરબીમાં રહેતા લોકો કયારે પણ ભૂલી શકે તેમ નથી દરવર્ષની જેમાં આ વર્ષે પણ મોરબી નગર પાલિકા દ્વારા પાલિકા કચેરીથી મણીમંદિર પાસે આવેલ હોનારતના દિવંગત ખાંભી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશની રક્ષાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં તૈયાર થઇ 6 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ‘અનોખી રાખડી’

આ મૌન રેલીમાં સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મહેતા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, પાલિકા પ્રમુખ, જીલ્લા કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા તેમજ જે લોકોએ પોતાના સ્વજનો તથા માલ મિલકત આ હોનારતમાં ગુમાવી હતી તેવા લોકો પણ મૌન રેલીમાં હાજર રહ્યા હતા. અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પિતાએ વાવેલા વૃક્ષોને ધરાશાયી થયેલા જોઈ દીકરીનું દિલ ભાંગી પડ્યુ, પણ તેણે હાર ન માની

જો કે દર વર્ષની જેમ હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજ પણ ઘણી આંખો છલકાઈ ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, હોનારતના સમયે પુનર્વસનની કામગીરી ચાલી રહી હતીં ત્યારે દેશના વર્તમાન વડાપ્રધાન અને તે સમયે સંઘના પ્રચારક નરેન્દ્રભાઈ મોદી પણ મોરબીમાં આવ્યા હતા અને શહેરના સામાકાંઠે વિસ્તરણમાં બે સોસાયટીના નિર્માણ માટે અંધ્રાપ્રદેશથી મજુરો લઈને મકાનનું બાંધકામ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news