5 લાખ લોકોએ પૂરી કરી ગિરનારની પરિક્રમા, 6 શ્રદ્ધાળુઓએ રસ્તામાં દમ તોડ્યો-અનેક બીમાર

ગરવા ગિરનાર પર દર વર્ષે સોમવારથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. પરંતુ આ વર્ષે ભક્તોનો ધસારો જોતા તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ પરિક્રમા માટે દરવાજા ખોલી દેવાયા હતા. ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ દેવદિવાળીની મધ્યરાત્રિથી થતો હોય છે.

5 લાખ લોકોએ પૂરી કરી ગિરનારની પરિક્રમા, 6 શ્રદ્ધાળુઓએ રસ્તામાં દમ તોડ્યો-અનેક બીમાર

જુનાગઢ/ગુજરાત : ગિરનાર પર્વતના જંગલમાં યોજાતી પરિક્રમા ભલે ચાર દિવસ પહેલા થઈ ગઈ, પરંતુ તેની વિધિવત શરૂઆત ગઈકાલે મધ્ય રાત્રિથી થઈ હતી. ત્યારે પહેલા જ દિવસે અંદાજે 5 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. હજુ પ્રવાહ ભવનાથ તરફ યાત્રાળુઓનો ચાલુ છે. જોકે, જાણવા મળ્યું છે કે, ચાર દિવસમાં 6 યાત્રિકોના કુદરતી મોત થયા છે અને અનેક લોકો બીમાર પડ્યા છે. પોલીસ દ્વારા CCTVથી સમગ્ર પરિક્રમાનું  મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. 

ગરવા ગિરનાર પર દર વર્ષે સોમવારથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. પરંતુ આ વર્ષે ભક્તોનો ધસારો જોતા તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ પરિક્રમા માટે દરવાજા ખોલી દેવાયા હતા. ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ દેવદિવાળીની મધ્યરાત્રિથી થતો હોય છે. ત્યારે પહેલા જ દિવસે 5 લાખ લોકોએ પરિક્રમા પૂરી કરી લીધી છે તેવું જાણવા મળ્યું છે. લાખો લોકો એકઠા થતા હોય ત્યારે પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવામાં કોઈ કચાશ રાખી નથી. આ વિશે જુનાગઢના પોલીસે અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 6 યાત્રિકોના કુદરતી મોત થયા છે. તેમજ સેંકડો લોકો બીમાર થયા છે. પોલીસ દ્વારા સતત CCTVથી મેળાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ઘોડેસવાર પોલીસોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.    

vlcsnap-2018-11-20-09h21m25s011.png

  • લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ ઇટવા દરવાજાથી થાય છે. 
  • પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટર લાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. 
  • પરિક્રમામાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જે કુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. 
  • 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે. જેમાં ઝીણાબાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે પરિક્રમાર્થીઓ ભવનાથ પહોંચે છે. જ્યાં આ કઠિન અને જોખમી પરિક્રમા પૂર્ણ થાય છે.

નિસ્વાર્થભાવે અપાઈ રહી છે સેવા
લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટોએ પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે રસ્તા પર અન્નક્ષેત્રોનાં પંડાલો ઊભા કર્યાં છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પિરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાં એક નહીં અનેક અન્ન ક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પિરસતા જોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓ, રાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પિરસે છે. આ ઉપરાંત પરિક્રમાના દરેક પડાવ પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટે કામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે. લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢ સુધી પહોંચી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news