Corona News: કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 583 નવા કેસ
નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 49 હજાર 390 થઈ ગઈ છે. તો અત્યાર સુધી 4354 દર્દીઓના મૃત્યુ થયા છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત માટે સતત રાહતના સમાચાર આવી રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 583 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન વધુ 4 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 792 દર્દીઓએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 53 હજાર 744 થઈ ગઈ છે. તો અત્યાર સુધી 4354 દર્દીઓના મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં નવા 111 કેસ સામે આવ્યા છે. સુરતમાં 85, વડોદરામાં 81, રાજકોટ 66, વડોદરા ગ્રામ્ય 26, રાજકોટ ગ્રામ્ય 18, આણંદ 16, સુરત 13, જામનગર 12, કચ્છ 12, મહેસાણા 12, અમરેલી 10, ભાવનગર 9, ખેડા 9 અને ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ 2 દર્દીઓના મૃત્યુ થયા છે. પંચમહાલમાં 1 અને સુરત શહેરમાં એક દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 હજારની નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7226 છે, જેમાં 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2 લાખ 42 હજાર 164 લોકો સાજા થયા છે. ગુજરાતમાં હજુ 4,77,229 લોકો ક્વોરેન્ટાઈન છે. ગુજરાતનો રિકવરી રેટ 95 ટકાની ઉપર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે