દ્વારકામાં 36 વર્ષીય નિંદ્રાધીન પુરૂષની પથ્થરના ઘા મારીને હત્યા
Trending Photos
દ્વારકા: વરવાળા ગામે પુરુષની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વરવાળા ગામના ૩૬ વર્ષીય પુરુષની વજનદાર પત્થરથી હત્યા નીપજાવવા આવી છે. દ્વારકાથી આશરે પાંચ કીલોમીટર દુર આવેલા વરવાળા ગામે ગતરાત્રીના આશરે બે વાગ્યે એક ગાઢ નિદ્રાધીન યુવાન અરવિંદ વરજાંગભાઇ અસ્વાર ઉ. વર્ષ 36 ના માથા પર વજનદાર પથ્થર (ગજીયો) મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. નાના એવા વરવાળા ગામમાં હત્યા થતા સવારે લોકો એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી તપાસ હાથ ધરી હતી.
બોડીને પોસ્ટમોટ્રમ માટે દ્વારકા સિવિલ હોસ્ટિપટલ ખસેડવામા આવી હતી. હત્યારાને ઝડપી લેવા LCB , SOG , DOG સ્કોડ અને FLS સહિત સ્થાનિક પોલીસ ટીમે તપાસ હાથ ધરી અને ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યાનુસાર વહેલામાં વહેલી તકે હત્યારાને ઝડપી લેવામાં આવશે. પોલીસ અંગત રીતે તપાસ કરી રહી હોઇ હત્યારા હાથ વેંત દૂર હોવાની વાત જાણવા મળી છે.
પોતાના જ મકાનમાં અગાશીમાં નિદ્રાધીન પુરુષની હત્યા થતા લોકો મુખે કોઈ અંદરની વ્યક્તિ એ જ હત્યા નિપજાવી હોવાની ચર્ચાઓ જાગી છે. ત્યારે અરવિંદ ભાઈનીં હત્યાથી બે નાના બાળકો નોંધાર બન્યા છે. લગભગ ૨૭ કિલો વજનનો પત્થરથી હત્યા કરાઈ છે. મજૂરી કામ કરતાં અરવિંદ ભાઈ અષવારની હત્યા અંગે પોલીસ તેમના બહેનની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. નાના ગામમાં પોલીસનાં ધાડા ઉત્તરી પડી તપાસ થતાં ગામમાં ચકચાર મચી છે. લોકચર્ચા મુજબ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની વાત જાણવા મળી રહી છે. જો કે પોલીસ દ્વારા તપાસ ચાલુ હોય આરોપીઓ હાથ વેંતમાં હોવાનું જાણવા મળ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે