રાજ્ય સરકારનો મોટો નિર્ણય: આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા માટે આ સંસ્થાઓ મંજૂરી વિના વાપરી શકશે ફંડ

સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાં (Fund) થી રાજ્ય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય ધર્માદા ફંડ વાપરી શકશે તેવો રાજ્ય સરકારે (State Government) સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા માટે આ સંસ્થાઓ મંજૂરી વિના વાપરી શકશે ફંડ

ગાંધીનગર: કોવીડ-૧૯ (Covid 19) ની મહામારી સામે લડવા આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુસર સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાં (Fund) થી રાજ્ય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય ધર્માદા ફંડ વાપરી શકશે તેવો રાજ્ય સરકારે (State Government) સંવેદનશીલ નિર્ણય કર્યો હોવાનું સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.

રાજ્યમાં કોરોના વાયરસ (COVID-19)ની મહામારીને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રજા કલ્યાણલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે લેવાયેલા વધુ એક હિતકારી નિર્ણય અનુસાર સહકારી સંસ્થાઓ તેમના વિસ્તારમાં (COVID 19)ની મહામારીમાં સામાજીક દાયિત્વ અદા કરવાના હેતુથી તબીબી સુવિધા સહિત જાહેર સેવાના હેતુ માટે કોઈપણ સંસ્થા પોતાના ધર્માદા ફંડમાંથી રાજ્ય કે જિલ્લા સહકારી સંઘની મંજુરી મેળવ્યા સિવાય તા.૩૦/૦૯/૨૦૨૧ સુધી ધર્માદા ફંડ વાપરી શકશે.

તદુપરાંત હાલમાં કોવીડ-૧૯ (Covid 19) ની મહામારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને સરળતાથી ત્વરિત ઓક્સીજન (Oxygen) મળી રહે તે હેતુથી રાજ્યમાં આવેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને જરૂરી કાર્યવાહી કરી ઓક્સીજન (Oxygen) પ્લાન્ટ ત્વરીત ઉભા કરવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news