સુરતના દંપતીએ બનાવ્યું સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ, અડધા કલાકનો સમય હોય તો જ જોવા જજો!

સુરતના વેકરીયા દંપત્તિએ ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્ર પર આ પેઇન્ટિંગ બનાવી છે. 58 મીટર લાંબુ અને 3 મીટર પહોળું આ પેઇન્ટિંગ પરંપરાગત સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલીમાં બનાવવામાં આવી છે.

સુરતના દંપતીએ બનાવ્યું સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ, અડધા કલાકનો સમય હોય તો જ જોવા જજો!

Surat Couple Painting: સુરતના પાલ વિસ્તારમાં રહેતા દંપતી દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી લાંબા પેઇન્ટિંગ બનાવવામાં આવી છે. ઘનશ્યામ ચરિત્ર સ્ક્રોલ પેન્ટિંગ કે જે 58 મીટર લાંબુ અને 3 ફૂટ પહોળું છે તેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળેલ છે. દંપત્તિએ ભગવાન સ્વામિનારાયણ પર આધારિત તમામ ગ્રંથોના અધ્યયન બાદ આ સ્ક્રોલ પેઇન્ટિંગ તૈયાર કરી છે. 

સુરતના વેકરીયા દંપત્તિએ ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્ર પર આ પેઇન્ટિંગ બનાવી છે. 58 મીટર લાંબુ અને 3 મીટર પહોળું આ પેઇન્ટિંગ પરંપરાગત સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલીમાં બનાવવામાં આવી છે. આ ભારતીય કલાકૃતિને ઉજાગર કન ટેમ્પરરી આર્ટ છે. સુરત શહેરના પાલ વિસ્તાર ખાતે રહેતા વેકરીયા દંપત્તિ દેશના એકમાત્ર એવા આર્ટિસ્ટ છે કે જેઓએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપર સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવી તેમાં ઐતિહાસિક ક્ષણોને રંગોના માધ્યમથી આવરી લીધા છે. આ જ કારણ છે કે તેઓને એશિયા બુક ઓફ રેકોર્ડ મળેલ છે. 

No description available.

હાલના દિવસોમાં જોઈએ છે કે મોટાભાગના લોકોને ધાર્મિક ગ્રંથો કે પુસ્તક વાંચવામાં રસ હોતો નથી. જેથી આ ખાસ પેઇન્ટિંગ બનાવી છે જેને સ્ક્રોલ પ્રિન્ટિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પેઇન્ટિંગ કેનવાસમાં હોય છે પરંતુ આ અનકટ કાપડ ઉપર બનાવવામાં આવેલ સ્ક્રોલ પેઇન્ટિંગ છે. આ પેન્ટિંગમાં માત્ર પાંચ કલર જ વાપર્યા છે. આ સ્ક્રોલ પ્રિન્ટિંગ સ્ટોરીના ફાર્મમાં છે. જેથી લોકો જ્યારે આ પેન્ટિંગ જોશે ત્યારે તેમને સમજતા વાર નહિ લાગશે. 

આ ઇન્ડિયન ફોક સ્ટાઇલ ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ આ પેઇન્ટિંગ ને ત્રણ વર્ષમાં તૈયાર કર્યા છે આ પેઇન્ટિંગમાં આપને જોવા મળશે કે ભગવાનના જન્મપહેલાથી લઈ તેમના ઘનશ્યામ સ્વરૂપમાં જે પણ પ્રસંગ છે તેનો બારીકઈ થી ઉલ્લેખ રંગોના માધ્યમથી કરવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે આ પેઇન્ટિંગ જોશે તો તેને ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરૂપ અંગે તમામ જાણકારી માત્ર 30 મિનિટમાં મળી જશે. આખી પેઇન્ટિંગ જોવા માટે અડધો કલાકનો સમય લાગશે.

No description available.

ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ સ્વરૂપને આ પેઇન્ટિંગમાં દર્શાવ્યું છે. પેઇન્ટિંગમાં તેમના જીવન ચરિત્ર અંગે વર્ણન કરાયું છે. આ માટે ખાસ ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલ તમામ ગ્રંથો ના અધ્યયન કર્યા હતા અને ત્યારબાદ આ પેઇન્ટિંગ તૈયાર કરી છે. તેમનો જન્મ કઈ રીતે એક નિમિત બન્યું તે તમામ પ્રસંગો આ ચિત્રમાં દર્શાવવામાં આવેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news