આજકાલ છોકરીઓને કેમ લગ્નની ઉંમર થઈ જાય તો પણ પરણવું નથી ગમતું? સામે આવ્યાં ચોંકાવનારા કારણો
પહેલાં 17થી 18 વર્ષની ઉંમરે છોકરીનાં લગ્ન કરી દેવાતા હતા. મા બાપ એ 18 વર્ષની થાય એની રાહ જોઈને બેસતા હતા. છોકરી સાપનો ભારો હોય એમ એની વિદાય કરીને પોતે જવાબદારીમાંથી મુક્ત થઈ જતા હતા. હવે જમાનો બદલાયો છે. કેટલાક સમાજોમાં તો આજે પણ છોકરીઓ 30 વર્ષની ઉંમરે લગ્ન કરે છે. ત્યારે એમ થાય કે છોકરીઓ કેમ હવે મોડા લગ્ન કરે છે?
Trending Photos
ગુજરાત સહિત દેશમાં આજકાલ મોડા લગ્ન કરવાની ફેશન બની ગઈ છે. આજની છોકરીઓ વેલ સેટલ થઈને લગ્ન કરી લેવા માગે છે. પહેલાં 17થી 18 વર્ષની ઉંમરે છોકરીનાં લગ્ન કરી દેવાતા હતા. મા બાપ એ 18 વર્ષની થાય એની રાહ જોઈને બેસતા હતા. છોકરી સાપનો ભારો હોય એમ એની વિદાય કરીને પોતે જવાબદારીમાંથી મુક્ત થઈ જતા હતા. હવે જમાનો બદલાયો છે. કેટલાક સમાજોમાં તો આજે પણ છોકરીઓ 30 વર્ષની ઉંમરે લગ્ન કરે છે.
મોડા લગ્ન કરવાના ફાયદા સાથે ગેરફાયદા પણ એટલા જ છે. જેટલા મોડા લગ્ન એટલી જવાબદારીઓ વધવાની સાથે મા-બાપ બનવાના ચાન્સિસ પણ એટલા જ ઘટતા જાય છે. મોટી ઉંમરે લગ્ન કરવામાં જમ્મુ કાશ્મિર, દિલ્હી, પંજાબ, હિમાચલ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત એ છઠ્ઠા ક્રમે છે. દેશના 5 રાજ્યોમાં 12થી 16 મહિના લગ્નની ઉંમર વધી છે. છોકરીઓ હવે મોડા લગ્નમાં માનવા લાગી છે. એ મનભરીને પહેલાં જિંદગી માણી લેવા માગે છે. એટલે જ ગુજરાતમાં સરેરાશ લગ્નની ઉમર વધીને 24 વર્ષે પહોંચી છે.
દેશના એવા 3 રાજ્યો છે જ્યાં છોકરીઓને 21 વર્ષ પહેલાં જ પરણાવી દેવાય છે. જેમાં છત્તીસગઢ, ઝારખંડ અને બંગાળ એ મોખરે છે. અહીં છોકરીઓને મોડા લગ્નની પરમિશન નથી. હાલના સમયમાં પેઢી બદલાઈ છે. નવી પેઢીમાં દીકરીઓને ઉચ્ચ અભ્યાસની તક અને સ્વતંત્રતા પણ એક જવાબદાર છે. જેને કારણે હવે લગ્ન મોડા થઈ રહ્યાં છે. પરિવાર હવે દીકરીઓને ભણવા માટે સ્વતંત્રતા આપવા લાગ્યા છે. જેમાં દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને પગભર બન્યા બાગ લગ્ન કરવાની નવી વિચારધારા ઉભી થઈ છે.
વુમન એન્ડ મેન ઈન ઈન્ડિયા 2023ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં છોકરીની લગ્નની વય છેલ્લા 4 વર્ષમાં સરેરાશ એક વર્ષ વધીને 23.6 વર્ષ થઈ ગઈ છે. જે 2017માં 22.7 વર્ષ હતી. આમ છોકરીઓ સરકારે નક્કી કરેલી 21 વર્ષની ઉમર કરતાં મોડા પરણી રહી છે. કોલેજ પૂરી કરે ત્યાં સુધી એની ઉંમર 20થી 21 વર્ષની વયે પહોંચે છે અને એકાદ બે વર્ષ નોકરી કર્યા બાદ લગ્ન કરતી હોવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી ગુજરાતમાં છોકરીઓના લગ્નની સરેરાશ ઉંમર વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે