વિદ્યા સમીક્ષા કેન્દ્રોની ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમને ગોળીને પી ગયા છે ગુલ્લીબાજ શિક્ષકો!
દરેક શાળા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મોકલે છે હાજરીની માહિતી. તો આખરે ગુલ્લીબાજો કોઈ રીતે છટકી જાય છે એ મોટો સવાલ. ગુલ્લીબાજ શિક્ષકોને પાઠ ભણાવવા શું પગલાં લેશે સરકાર?
Trending Photos
- ગુજરાતમાં ફાટી નીકળ્યો છે ગુલ્લીબાજ શિક્ષકોનો રાફડો
- વિદ્યા સમીક્ષા કેન્દ્રો પરથી શિક્ષકોનું મોનિટરિંગ થતું હોવાના દાવા પોકળ
- સમીક્ષા કેન્દ્રોના નામે વિનોદ રાવે ઉભા કરાયેલાં સેન્ટરો શોભાના ગાઠિયા સમાન
- શિક્ષણ વિભાગના તત્કાલિન સચિવ વિનોદ રાવની કામગીરી સામે સવાલ
હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજ્યના ગુલ્લીબાજ અને બહાનેબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. આ તમામ શિક્ષકોની હાજરી સેન્ટ્રલી મેનેજ થતી હોવાનો દાવો છે. ત્યારે ZEE 24 કલાકની ટીમ પહોંચી ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર...જયા શિક્ષકોના મોનિટરિંગના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે.
- દરેક શાળા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મોકલે છે હાજરીની માહિતી. તો આખરે ગુલ્લીબાજો કોઈ રીતે છટકી જાય છે એ મોટો સવાલ
- વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષકોની હાજરી ચેક થાય છે પરંતુ એ પહેલા CRC અને BRC પણ હાજરી ચેક કરતા હોવાનો દાવો
- વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે અદ્યતન ટેક્નોલોજી છે પરંતુ તેનો ક્ષમતા પ્રમાણે ઉપયોગ થાય છે કે કેમ એ સવાલ
- વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કેવી વ્યવસ્થા છે તે ZEE 24 કલાક પર જુઓ
ધૂળ ખાઈ રહી છે ગુજરાતમાં ઠેર ઠેર તોતિંગ ખર્ચ કરીને ઉભા કરાયેલાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની ટેકનોલોજી અને ખાડે ગયું છે સરકારનું તંત્ર. શિક્ષકોને ગેરહાજરી અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્રો સામે સવાલ ઉભા થયા છે. શિક્ષકોની હાજરીનું મોનિટરિંગ રાખતી એપ્પ સામે પણ ઉઠી રહ્યાં છે સવાલ.
કોઈ શિક્ષક ગુલ્લી મારે તો બધી જવાબદારી આચાર્યની હોય છેઃ પ્રાથમિક શિક્ષણ નિયામક
પ્રાથમિક શિક્ષણ નિયામક, એમ.આઈ.જોશીએ જણાવ્યું છેકે, શિક્ષકોની હાજરી અંગેની જવાબદારી શાળાના આચાર્યોની રહે છે. શિક્ષક ક્યાં હોય છે તેની જવાબદારી પણ આચાર્યોની રહે છે. કોઈ શિક્ષક ખોટી રીતે બહાર ગયા હોય તો એની સામે અમે પગલાં લઈએ છીએ. જવાબદાર શિક્ષકો સામે અમે કડક પગલાં લઈશું.
જવાબદારો સામે કડક પગલાં લેવાશેઃ શિક્ષણ મંત્રી
શિક્ષકોની લાલિયાવાડી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઝી24કલાક સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છેકે, તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
વડોદરામાં ગુલ્લીબાજ શિક્ષકોઃ
વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગમાં હજુપણ લોલંલોલ
પાદરા તાલુકાની 4 શાળાના 3 શિક્ષકો સતત ગેરહાજર
ત્રણેય શિક્ષકો વિદેશમાં થઈ ગયા છે સ્થાયી
શિક્ષકો ન આવતા બાળકોનું ભણતર અદ્ધરતાલ
શિક્ષકો ગેરહાજર પરંતુ શાળામાં હાજરી છે ચાલુ
શિક્ષણ વિભાગ દ્વારા નથી કરાઈ રહી કાર્યવાહી
આ ત્રણ શાળા વિશે વાત કરીએ તો પાદરા તાલુકાના લખડીકુઈ પ્રાથમિક શાળા, ધોરીવગા પ્રાછમિક શાળા, ટીંબીપુરા પ્રાથમિક શાળા, સોખડારાઘુ પ્રાથમિક શાળાના શિક્ષકો 2019થી અલગ અલગ સમયે વિદેશ જતા રહ્યા છે અને હાલ સુધી પરત આવ્યા નથી જે દરમિયાન તેઓના વિષય ના અભ્યાક્રમ ને લઈ બાળકો ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં ગુલ્લીબાજ શિક્ષકોઃ
સરકારી શાળામાં હાજરીની સિસ્ટમનું રિયાલિટી ચેક કરવા માટે ZEE 24 કલાક સુરતની સરકારી શાળામાં પહોંચ્યું છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રી વિશ્વેશ્વરૈયા સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં આચાર્ય દાવો કરી રહ્યા છે કે, એપ્લિકેશનના માધ્યમથી હાજરી પુરવામાં આવે છે. અને નિયમિત રીતે પુરવામાં આવે છે. મોટી વાત એ છે કે, શાળા 7 વાગ્યે ચાલુ થાય અને હાજરી મોડી પુરાઈ છે...એક કિસ્સો તો એવો સામે આવ્યો કે, શિક્ષક હાફ ડેમાં આવવાના હોવાથી તેઓ આવી જાય તો હાજરી પુરવાની રાહ જોવાઈ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે