અરેરે!! યુવતી સાથે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આ રીતે ફસાવી બ્લેકમેલ કરાઈ

મોરબીમાં ભાઈના ઘરે રહેતી ત્યકતા યુવતીના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તે યુવતી ઇન્સ્ટાગ્રામના મધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરાના સંપર્કમાં આવી હતી.

અરેરે!! યુવતી સાથે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આ રીતે ફસાવી બ્લેકમેલ કરાઈ

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે યુવતી સાથે નાના દહીસરા ગામે વાડીમાં છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જેની યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી બીજી બાજુ યુવતીના પરિવારજનો સહિતના લોકોએ નાન દહીસરા ગામે આરોપીના ઘરે તોડફોડ કરીને આગ લગાવી હતી જેથી કરીને દુષ્કર્મના ગુનાના આરોપીની બહેને ૧૫ શખ્સોની સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચલી રહી છે.

સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેક મેઈલ
સોશિયલ મીડિયાના લીધે ઘણી વખત ગંભીર ગુના બને છે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાં બનેલ છે. જેમાં મોરબીમાં ભાઈના ઘરે રહેતી ત્યકતા યુવતીના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તે યુવતી ઇન્સ્ટાગ્રામના મધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત અને વીડિયોકોલ થતાં હતા તેવામાં યુવતીના ભાઈને સમગ્ર હકીકતની જાણ થતા યુવતીએ ઇરફાન સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જેથી કરીને ઇરફાને તે યુવતીને ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ યુવતીનું પંચાસર રોડ ઉપરથી ગુરુવારે અપહરણ કર્યું હતુ.

યુવતીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને આરોપી તેને નાના દહીંસરા ગામે તેના મામાની વાડીએ લઈ ગયો હતો ત્યાં યુવતીને માર માર્યો હતો અને બાદમાં છરીની અણીએ તે યુવતીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જેથી યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી સિવિલે આવી ગયા હતા અને આરોપી સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી લોકોને હૈયા ધારણા આપી હતી જેથી પોલીસે ભોગ બનેલ યુવતીની ફરિયાદ લઈને હાલમાં આરોપી ઇરફાન અલીભાઈ સુમરા (૨૭) રહે. નાના દહીંસરા વાળાની દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતના ગુનામાં ધરપકડ કરેલ છે.

દુષ્કર્મ ગુજારનાર ઇરફાનનું ઘર ટોળાએ સળગાવી દીધું
બીજી બાજુ આ ઘટના પ્રત્યાઘાત રૂપે આરોપી ઈરફાન સુમરાના ઘરે યુવતીના પરિવારજનો સહિતના ગયા હતા ત્યારે તે લોકોના હાથમાં ધોકા, કુહાડી જેવા હથિયારો હતા અને પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકની બોટલો પણ હતી અને આરોપીના ઘરમાં ઘૂસીને તેની બહેન સહિતના પરિવાજનોને ગાળો આપી હતી અને “તારા ભાઈ ઈરફાનને પતાવી દેવાનો છે” તેવી ધમકી આપી હતી તેમજ ઘરમાં રહેલ ફર્નિચર અને સરસામાનમાં તોડફોડ કરી હતી તેમજ ઘરમાં અને રીક્ષામાં આગ લગાવી હતી જેથી કુલ ચાર લાખનું નુકશાન થયું છે તેવી હાલમાં ઈરફાનની બહેન ઝરીનાબેન અલીભાઈ સુમરા (૩૨) એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૫ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ સહરું કરી છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમા અનેક ચોંકાવનારા કિસ્સા
સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમા અનેક ચોકાવનારા કિસ્સા સામે આવી ગયા છે. તેવામાં વધુ એક બનાવ હાલમાં સામે આવેલ છે. જેમાં યુવતી સાથે મારા મારી, દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ત્યાર બાદ આરોપીના ઘરમાં આગચંપી સહિતના બનાવ બનેલ છે, ત્યારે સોશ્યલ મીડિયાનો આડેધડ ઉપયોગ કરનારા આ ઘટનામાંથી મોરબી સહિત રાજ્યમાં કોઈ બોધ લેશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news