મા અંબાનું ધામ અંબાજી હવે વિદેશને મારશે ટક્કર! ગબ્બર ફરતે કાચનો બ્રિજ બનીને તૈયાર, જોઈને થઈ જશો ખુશ
યાત્રિકોના જણાવ્યા પ્રમાણે આવા પુલ મહત્તમ વિદેશોમાં જોવા મળતા હોય છે. કદાચ ગુજરાતમાં અંબાજી સ્થાપિત કાચનું પ્રથમ પુલ હશે. લોકો આ કાચના પુલ ઉપર ચાલી એક નવો અનુભવ મેળવી રહ્યા છે.
Trending Photos
પરખ અગ્રવાલ/અંબાજી,બનાસકાંઠા: ગુજરાત માટે કાચનો બ્રિજ એક સ્વપ્ન સમાન છે ત્યારે આ સપનું હવે શક્તિપીઠ અંબાજી ધામમાં પૂર્ણ થયું છે. અંબાજી મંદિર પરિષરમાં જ કાચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા છે.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેવેશ ગ્રુપ દ્વારા 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો કાચના બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. હાલ આ કાચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા છે. સંપૂર્ણ પણે સુરક્ષિત આ કાચના બ્રિજ ઉપરથી એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાચના પુલ ઉપર ચાલવા માટે યાત્રિકોએ માત્ર 10 રૂપિયાનો ટોકન ચાર્જ ચુકવવો પડે છે. આ ટોકન ચાર્જ ચૂકવ્યા બાદ જ આ ગ્લાસ પર વોક કરી શકે છે.
એટલું જ નહીં આ કાચના બ્રિજની આસપાસ એકવાન શક્તિપીઠ મંદિરોમાં બિરાજતી માતાજીની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે. જેને લઈ યાત્રિકો ગ્લાસ વોક સાથે દર્શનનો લાભ પણ લઇ રહ્યા છે. જોકે યાત્રિકો પ્રથમ તબક્કે કાચના બ્રિજ ઉપર ચાલતા ખચવચાટની સાથે ડર પણ અનુભવતા હોય છે પણ અન્ય યાત્રિકોના ગ્લાસ વોક જોઈ પોતાની પણ હિમ્મત વધી જાય છે ને ડરતા ડરતા પણ કાચનો પુલ પાર કરે છે.
યાત્રિકોના જણાવ્યા પ્રમાણે આવા પુલ મહત્તમ વિદેશોમાં જોવા મળતા હોય છે. કદાચ ગુજરાતમાં અંબાજી સ્થાપિત કાચનું પ્રથમ પુલ હશે. લોકો આ કાચના પુલ ઉપર ચાલી એક નવો અનુભવ મેળવી રહ્યા છે.
અંબાજી મંદિર પરિષરમાં આ ગ્લાસનો બ્રિજ એક એવા સ્થળે બનાવામાં આવ્યું છે, જ્યાં અતિ પૌરાણિકને પ્રાચીન ધાર્મિક અને અલોકિક મૂર્તિઓ કંડારવામાં આવી છે. યાત્રિકો આ ગ્લાસ વોક સાથે ધાર્મિક ભાવના કેળવાય ને એકવાન શક્તિપીઠના દર્શન કરી શકે સાથે પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરી શકે તે માટે આ કાચના બ્રિજ ઉપર ચાલવા માટેનો ચાર્જ માત્ર ઘસારા પેટે રૂપિયા 10 લેવામાં આવે છે.
ગુજરાતમાં આટલો લાંબો કાચનો બ્રિજ પ્રથમવાર બન્યા હોવાનું જણાવી રહ્યા છે. એટલું જ નહીં અહીંયા 3 ડી થિયેટરમાં માતાજીની ઉત્પત્તિ વાળો શૉ જોનારને ગ્લાસ વોક મફતમાં કરવા દેવામાં આવે છે. તેમની પાસે આ કાચના બ્રિજ ઉપર ચાલવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી.
માતાજીની ગુફાના નામે ઓળખાતા આ સ્થળમાં યંત્રને પણ બિરાજમાન કરવામાં આવ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાના જીવનને ધન્ય કરતા હોય છે. આ સ્થાનમાં ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળાઓમાં જ્યાં અસુરોનો નાશ કરનારી દેવી મહિસાસુર મર્દિનીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્લાસ વોક સાથે મહિસાસુર મર્દિનીનો વિશાળ પ્રંચડ સ્વરૂપના દર્શન આ ગ્લાસ વોક કરનાર યાત્રિકોને મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે