સમાજમાટે શરમજનક ઘટના: 60 વર્ષીય વૃદ્ધા પર ચાકુની અણીએ દુષ્કર્મની ઘટનાથી ચકચાર

રાજ્યમાં દિનપ્રતિદિન ગુનાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં બળાત્કારનાં કિસ્સાઓ પણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે. જો કે બનાસકાંઠામાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને કારણે સમગ્ર સમાજ હચમચી ગયો છે. 60 વર્ષની વૃદ્ધા દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના એક ગામે 60 વર્ષના વૃદ્ધા પર 30 વર્ષીય યુવક દ્વારા ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જો કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

Updated By: Nov 24, 2020, 05:41 PM IST
સમાજમાટે શરમજનક ઘટના: 60 વર્ષીય વૃદ્ધા પર ચાકુની અણીએ દુષ્કર્મની ઘટનાથી ચકચાર

બનાસકાંઠા : રાજ્યમાં દિનપ્રતિદિન ગુનાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં બળાત્કારનાં કિસ્સાઓ પણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે. જો કે બનાસકાંઠામાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને કારણે સમગ્ર સમાજ હચમચી ગયો છે. 60 વર્ષની વૃદ્ધા દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના એક ગામે 60 વર્ષના વૃદ્ધા પર 30 વર્ષીય યુવક દ્વારા ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જો કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

ઘટનાને પગલે વૃદ્ધા પણ માનસિક વિક્ષપ્ત થઇ ગયા હતા. જો કે આખરે તેમણે હિમ્મત કરીને પોતાનાં પુત્રોને ઘટના અંગે વાત કરી હતી. જેથી પોતાના દીકરાઓએ હિમ્મત આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મહિલાના પતિ ખેતરે ગયા હતા. તેઓને આંખે દેખાતુ નહી હોવાથી ઘખુ ભા નામનો એક યુવક તમારો દરવાજો ખુલ્લો છે તેમ કહીને અચાનક આવી ચડ્યો હતો. 

ઘરમાં ઘુસી ગયા બાદ તેણે વૃદ્ધાને બાથમાં લઇ લીધા હતા, જો કે વૃદ્ધાએ બુમાબુમ કરતા તે જતો રહ્યો હતો. જો કે રાત્રીના અંધકારમાં યુવક ફરી આવ્યો હતો અને વૃદ્ધાને છરી બતાવીને ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં ચાકુની અણીએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube