જ્યોતિરાદિત્યએ શિવરાજના કર્યા વખાણ, કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- સિંધિયાને લલકારો તો ચુપ ન રહે


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, 'મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ પસાર કર્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેના માટે ખર્ચ કર્યાં, તે બધુ છોડીને હું મને તમારા હવાલે કરુ છું.'

 જ્યોતિરાદિત્યએ શિવરાજના કર્યા વખાણ, કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- સિંધિયાને લલકારો તો ચુપ ન રહે

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રથમવાર ભોપાલ પહોંચ્યા હતા. ભોપાલ પહોંચીને તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજ સિંહ ચૌહાણની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, શિવરાજ સિંહ ત્યારેય ન થાકતા સીએમ રહ્યાં છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, 'મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ પસાર કર્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેના માટે ખર્ચ કર્યાં, તે બધુ છોડીને હું મને તમારા હવાલે કરુ છું.'

— ANI (@ANI) March 12, 2020

— ANI (@ANI) March 12, 2020

સિંધિયાએ કહ્યું કે, કેટલાક લોકોનો ઈરાદો રાજનીતિ હોય છે, માધ્યમ જનસેવા હોય છે. પરંતુ હું તે દાવા સાથે કહી શકું છું કે અટલ બિહારી વાજપેયી હોય, નરેન્દ્ર મોદી હોય, રાજમાતા હોય, કે સિંધિયા પરિવારના વર્તમાન મુખિયાના નાતે હું, અમારો ઈરાદો હંમેશા જનસેવા રહ્યો છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પક્ષ અને વિપક્ષમાં ક્યારેય મતભેદ ન હોવા જોઈએ. શિવરાજ સિંહ હંમેશા જનતાને સમર્પિત અને જનતા પ્રત્યે બધુ ન્યોછાવર કરનારા કાર્યકર્તા લગભગ વિરલા જ રહ્યાં હોય. ઘણા લોકો કહેશે કે સિંધિયા જી આજે કેમ કહી રહ્યાં છે, મેં જાહેરમાં પણ આ વાત કહી છે. હું સંકોચ કરનાર વ્યક્તિ નથી. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હવે એક છે. તેથી હવે બે ન થવા જોઈએ. મારૂ લક્ષ્ય હવે પ્રદેશની જનતાનો સાથ મેળવવાનું છે. 

સિંધિયા પરિવાર લલકાર સહન ન કરે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, 'જે સત્ય છે, તે સિંધિયા પરિવારના મુખિયા સદાય બોલે છે. આ હું બોલું કે સિંધિયાના મુખિયાના લલકાર્યા હતા 1967માં, મારા દાદીને, સંવિદ સરકારમાં શું થયું?' અને આજે જ્યારે મેં અતિથિ વિદ્વાનો અને ખેડૂતોની વાત ઉઠાવી અને મંદસૌરમાં કિસાનો પર કેસ ચાલ્યા, જે અવાજ મેં ઉઠાવ્યો, અને મેં કહ્યું કે, જે ઘોષણાપત્રમાં છે, તેને પૂરુ કરવામાં આવશે નહીં તો તેના માટે રસ્તા પર ઉતરવું પડશે. સિંધિયા પરિવાર સત્યના માર્ગ પર ચાલે છે, મૂલ્ય પર ચાલે છે. સિંધિયા પરિવારને જ્યારે લલકારવામાં આવે છે તો સિંધિયા પરિવાર જગત સાથે પણ લડી શકે છે. 

— ANI_HindiNews (@AHindinews) March 12, 2020

એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હજારો કાર્યકર્તા પહેલાથી હાજર હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી નિકળીને સિંધિયા રોડ શો કરતા ભોપાલ સ્થિત ભાજપ ઓફિસે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ફરી એકવાર ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પહેલા સિંધિયા કારની છત પર બેસીને રોડ શો કરતા જોવા મળ્યા હતા. તે કાર્યકર્તાઓનું અભિવાદન સ્વીકારી રહ્યાં હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news