સુરતમાં ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ, પ્રેમ પ્રકરણની આશંકા!
મૂળ ભાવનગરનાં વતની અને હાલ મજુરા ગેટ સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી ફિઝિયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષીય સત્યમ હોસ્પિટલના હોસ્ટેલમાં રહે છે. મંગળવારે બપોરે સત્યમને સાથી વિદ્યાર્થીઓએ ફોન કર્યો પણ જવાબ નહીં મળતા વારંવાર ફોન કરતા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં દોરી બાંધી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, સાથી વિદ્યાર્થીઓ સમયસર પહોંચી જતાં તેને બચાવી લઈ સારવાર માટે બાઈક પર ટ્રોમાં સેન્ટરમાં લઈ ગયા હતા. પોલીસ આ કેસમાં કોઈ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની શક્યતા ચકાસી રહી છે.
મૂળ ભાવનગરનાં વતની અને હાલ મજુરા ગેટ સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી ફિઝિયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષીય સત્યમ હોસ્પિટલના હોસ્ટેલમાં રહે છે. મંગળવારે બપોરે સત્યમને સાથી વિદ્યાર્થીઓએ ફોન કર્યો પણ જવાબ નહીં મળતા વારંવાર ફોન કરતા હતા. સતત કોલ પછી પણ જવાબ નહીં ચિંતાતુર વિદ્યાર્થીઓ સત્યમના રૂમ પર પહોંચ્યા હતા. તેનો રૂમ બંધ હોવાથી વિદ્યાર્થીઓએ દરવાજો તોડી નાખ્યો હતો. રૂમમાં પ્રવેશતા જ સત્યમ અર્ધબેભાન હાલતમાં જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ સમય ગુમાવ્યા વગર તેને બાઈક પર જ સિવિલના ટ્રોમાં સેન્ટરમાં લઈ જતાં તેની સારવાર શરૂ થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ સત્યમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
સત્યમના મિત્રો જ્યારે રૂમમાં પહોંચ્યા ત્યારે સત્યમ જમીન પર અર્ધબેભાન હાલતમાં હતો. સાથે જ રૂમમાં દોરી પણ પડેલી હતી. ટ્રોમાં સેન્ટરમાં સત્યમને લાવવામાં આવતા પ્રાથમિક સારવારમાં ગળા પર નિશાન મળી આવ્યા હતા, જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું લાગી રહ્યું છે. પ્રેમ પ્રકરણને પગલે આ પગલું ભર્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે