અમદાવાદમાં 12 વર્ષીય બાળકીનું કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટ્રોફીનું સફળ ઓપરેશન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી કરવામાં આવી છે. 12 વર્ષની કિશોરીના પેટમાં હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી, જેને ઓપરેશન કરી 1 ઈંચ કરવામાં આવી છે. સિવિલના 5 ડોક્ટરોની ટીમે 8 કલાકના જટિલ ઓપરેશન બાદ કિશોરીનુ સફળ ઓપરેશન કર્યું.

Updated By: Jul 18, 2019, 04:19 PM IST
અમદાવાદમાં 12 વર્ષીય બાળકીનું કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટ્રોફીનું સફળ ઓપરેશન

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી કરવામાં આવી છે. 12 વર્ષની કિશોરીના પેટમાં હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી, જેને ઓપરેશન કરી 1 ઈંચ કરવામાં આવી છે. સિવિલના 5 ડોક્ટરોની ટીમે 8 કલાકના જટિલ ઓપરેશન બાદ કિશોરીનુ સફળ ઓપરેશન કર્યું. અને હાલ તે કિશોરી શારિરીક ખોડ દુર થઈ અને તે સિવિલમાં સારવાર લઈ રહી છે.

વધુમાં વાંચો:- Live: અલ્પેશ અને ધવલસિંહ પહોંચ્યા કમલમ, પ્રદેશ અધ્યક્ષ પહેરાવશે કેસરિયો ખેસ

મુળ બિહારના સમસ્તીપુરની વતની નીશુ કુમારી માંડલ એક મહિના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. નીશુને પેટમા બે હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી. જેથી તેની પેશાબની કોથળી પેટના બહાર રહેતા હતી. ઉપરાંત તેના કારણે અન્ય સમસ્યાઓ પણ દિવસે ને દિવસે વધતી જતી હતી. છેલ્લા એક વર્ષથી આ કિશોરી દિલ્હી, જોઘપુર વગેરે શહેરોની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ફરતી હતી. પરંતુ છેલ્લે તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં શક્ય બની. નીશુના પેટમાં અયોગ્ય રહેલુ હાકડુ કાપી ડોક્ટરે ટાંકા વડે તેને જોડી દીધુ છે. જેથી કિશોરીની સ્થિતી પહેલા કરતા ઘણી સારી છે.

વધુમાં વાંચો:- ઉના: દલિત યુવકને બે પોલીસ કર્મીઓએ માર માર્યાનો વીડિયો થયો વાયરલ

50 હજાર બાળકોએ એક બાળકોની વચ્ચે એક બાળકમાં આ બિમારી જોવા મળતી હોય છે. પરંતુ સામાન્ય રીતે આ ખામી નાનપણમાં સામે આવી જતી હોવાથી તેનુ ઓપરેશન ઝડપથી થઈ જાય છે. પરંતુ નીશુની ઉંમર 12 વર્ષની છે, અને આ ઉમંરે હાડકા મજબુત થઈ ગયા હોય છે. માટે ડોક્ટરો સામે પડકાર એ હતો કે હાડકુ કાપ્યા બાદ તેનુ જોડાણ કેવી રીતે કરવુ અને તે શક્ય કેટલુ? માટે ડોક્ટરોએ 4 પ્લાન બનાવી ઓપરેશન હાથ ધર્યુ અને 8 કલાકની મહેનત બાદ કિશોરીની શારિરીક ખામી દુર કરવામાં આવી.

વધુમાં વાંચો:- સીંચાઇનું પાણી નહીં અપાય તો વેરાવળના ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં

સિવિલ હોસ્પિટલ આવ્યા પહેલા પરિવારે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની પણ સલાહ લીધી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો 6 લાખ જેટલો થતો હતો. જે 10 હજારની આવક ધરાવતા પરિવાર માટે શક્ય ન હતો. અને માટે બાળકિને સિવિલ લાવવામાં આવી જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યુ. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના 112 ઓપરેશન થયા હતા. પરંતુ 12 વર્ષની ઉમરની કિશોરીનુ પહેલી વખત સફળ ઓપરેશન કરવામાં આવ્યુ.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...