સુરતમાં શિક્ષણમંત્રીની અનોખી પહેલ! શ્રમિકોને પાણી પીવડાવી સાલ ઓઢાડી સન્માન કર્યું

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની અનોખી પહેલ, ધોમધખતા તાપમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરતા શ્રમિકોનું કર્યું સન્માન, બીજી તરફ મંત્રીએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને કાર્યકરોનો વિવિધ રજૂઆતો પણ સાંભળી હતી.

સુરતમાં શિક્ષણમંત્રીની અનોખી પહેલ! શ્રમિકોને પાણી પીવડાવી સાલ ઓઢાડી સન્માન કર્યું

સંદીપ વસાવા/કામરેજ: સુરતના કામરેજ ચાર રસ્તા પાસે ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે જેને લઈને અહી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. 

બીજી તરફ હાલમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં પણ અહી શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા. આ દરમ્યાન અહી શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિઝીટ લધી હતી અને ગરમીમાં પણ કામગીરી કરતા શ્રમિકોને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બીજી તરફ મંત્રીએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને કાર્યકરોનો વિવિધ રજૂઆતો પણ સાંભળી હતી.

સુરતના કામરેજ ચાર રસ્તા પાસે પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે. ચોમાસા દરમ્યાન અહી સર્વિસ રોડ તેમજ આસપાસની ૨૦ જેટલી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હતી. દરમ્યાન અહી હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઇ રહી છે. એક તરફ હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને અંગદઝાડતી ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમીમાં અહી શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા. આ દરમ્યાન શિક્ષણમંત્રી પ્રફુલ ભાઈ પાનસેરિયાએ અહી વિઝીટ કરી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. 

તેઓએ જોયું હતું કે હાલમાં ખુબ જ ગરમી પડી રહી છે તેમ છતાં પણ અહી શ્રમિકો કામગીરી કરી રહ્યા છે જેને લઈને તેઓએ અહી કામ કરતા તમામ શ્રમિકોનું સન્માન કર્યું હતું. તેઓએ સાલ ઓઢાડી અને પાણીની વ્યવસ્થા કરી તમામ શ્રમિકોનું સન્માન કર્યું હતું. ઓ બીજી તરફ શિક્ષણમંત્રીની આ અનોખી પહેલને લોકોએ બિરદાવી હતી.

પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બપોરનો સમય છે હાલમાં ગરમી ખુબ જ પડી રહી છે. આવી ગરમીમાં પણ શ્રમિકો અહી કામગીરી કરી રહ્યા છે. દેશનો વિકાસ આપણે જોઈ રહ્યા છે પરંતુ તેની પાછળ આવી માતાઓ, આવી બેહનો અને આવા ભાઈઓ દિવસ રાત મહેનત કરે છે ત્યારે એ વિકાસ આપણે પ્રાપ્ત કરતા હોય છે. પીએમ નરેન્દ્ર ભાઈ મોદીની પણ એ સંવેદના છે કે અંત્યોદય સુધી પ્રત્યેક વ્યક્તિને સન્માન મળે. 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મારા દેશના વિકાસમાં આવા હજારો નહી લાખો લાખો પરિવાર કામગીરી કરતા હોય ત્યારે તેઓનું સન્માન કરવાનો મોકો મળ્યો છે તેનો મને ગર્વ છે. હું આ લોકોનું સન્માન કરતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું.

મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કામરેજ ભાજપના કાર્યાલય ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી,બેઠકમાં વિવિધ વિકાસના કર્યો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ કામરેજ વિધાન સભા મત વિસ્તારના મતદારોએ પણ મંત્રી પ્રફુલ પાનશેરીયા ની મુલાકાત લીધી હતી અને મંત્રીને વિવિધ પ્રશ્નો બાબતે અવગત કરાવ્યા હતા,લોકોની રજૂઆત સાંભળી મંત્રી પ્રફુલ પાનશેરિયા એ રજૂઆતનો જલદીમાં જલદી નિકાલ કરવા ખાતરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news