લોકસભાની તૈયારી! AAPએ ગુજરાતમાં પક્ષના નેતા અને ઉપનેતાના નામ કર્યા જાહેર, આ નેતાઓને મહેનત ફળી

હવે ગુજરાતમાં આગામી સમયમાં બજેટ સત્ર પહેલા આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાની પક્ષના નેતા અને હેમંત ખાવાની ઉપનેતા તરીકે પસંદગી પસંદગી કરવામાં આવી છે.

લોકસભાની તૈયારી! AAPએ ગુજરાતમાં પક્ષના નેતા અને ઉપનેતાના નામ કર્યા જાહેર, આ નેતાઓને મહેનત ફળી

ગાંધીનગર: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી દીધી છે. હવે ગુજરાતમાં આગામી સમયમાં બજેટ સત્ર પહેલા આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાની પક્ષના નેતા અને હેમંત ખાવાની ઉપનેતા તરીકે પસંદગી પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં  આમ આદમી પાર્ટીએ પ્રવેશ મેળવી લીધો છે. તેમની પાસે હાલ પાંચ બેઠકો છે. આ દરમિયાન હવે અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભામાં આપના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવાના નામ પર મહોર મારી છે. ત્યારે ઉપનેતા તરીકે હેમંત ખવાના નામ પર મહોર મારી છે.

— AAP Gujarat (@AAPGujarat) January 28, 2023

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની તનતોડ મહેનત કરી હતી. પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો હતો અને કોંગ્રેસની અડધા ઉપરની સીટો પર હારવાનો વારો આવ્યો હતો. 

બીજી બાજુ ગુજરાતમાં કેજરીવાલનો ફ્રી ફી વાળો જાદુ ચાલ્યો ન હતો. જનતાને અનેક ગેરેન્ટીઓ આપવામાં આવી હતી, પરંતુ જનતા તેમાં ભરમાઈ નહોતી. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકોમાંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news