હવે ગુજરાતમાં 'પરોઠા' પોલિટિક્સ: કેજરીવાલે કહ્યું; 'છાશ-દહીં પર ટેક્સ લગાવીને સરકાર ખરબો રૂપિયા ખાઈ ગઈ'

કેજરીવાલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, છાશ અને દહીં પર ટેક્સ લગાવીને સરકાર ખરબો રૂપિયા ખાઈ ગઈ, જ્યારે કોંગ્રેસે સરકાર પાસે માંગણી કરી હતી કે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ટેક્સ ફ્રી કરો.

હવે ગુજરાતમાં 'પરોઠા' પોલિટિક્સ: કેજરીવાલે કહ્યું; 'છાશ-દહીં પર ટેક્સ લગાવીને સરકાર ખરબો રૂપિયા ખાઈ ગઈ'

ગૌરવ પટેલ/અમદાવાદ: પરાઠા અને રોટલી પર GSTના દર લાગુ થયા છે ત્યારથી આ મુદ્દો સતત અને સખત ચર્ચમાં રહે છે. સોશિયલ મીડિયા વેબસાઈટ પર તો રીતસરની બે જુથ વચ્ચે મોટી ખેંચતાણ જોવા મળી હતી. હવે આ મુદ્દા ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ્યો છે અને રીતસર એકબીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવવામાં આવી રહ્યા છે. પરોઠા પર 18 ટકા અને રોટલી પર 5 ટકા GST લગાવવા પર ગુજરાત એપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ પર તકરાર મચી ગઈ છે. 

પરોઠા પર 18 ટકા GST લાગતાં આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, છાશ અને દહીં પર ટેક્સ લગાવીને સરકાર ખરબો રૂપિયા ખાઈ ગઈ, જ્યારે કોંગ્રેસે સરકાર પાસે માંગણી કરી હતી કે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ટેક્સ ફ્રી કરો.

કોંગ્રેસના મહિલા અધ્યક્ષ જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે શ્વાસ લેવા માટે ઓક્સિજીન ફ્રી રાખ્યો છે. રોટલી, પરોઠા, દહીં જેવી જીવન જરૂરિયાત ચીજો પર જીએસટી લગાવ્યું છે. મહિલાઓનું બજેટ દિવાળી પર ખોરવાઈ રહ્યું છે. ત્યારે અમારી માંગણી છે કે 18 ટકા જીએસટી સાથે પરોઠા, તેલ અને જરૂરિયાત વસ્તુઓ પર ટેક્સ ફ્રી કરવામાં આવે. 

તેમણે ઉમેર્યું હતું કે, હું પ્રધાનમંત્રીનો આજની સમયે આભાર માનું છે કે હવા પર જીએસટી નથી નાંખ્યો. આજે સામાન્ય પ્રજાના ભોજન એવા પરોઠા રોટી પર જીએસટી યોગ્ય નથી. મહિલાઓનો હાયકારો ભાજપ સરકારને લાગશે. આ વાત કરતા હું કદાચ રડી પડીશ. પરંતુ સાંકેતિક વિરોધ મહિલા કોંગ્રેસ કરે છે. મહિલા કોંગ્રેસ ઉગ્ર વિરોધ, હવે મહિલાઓ 2022ની ચૂંટણીમાં બતાવી દેશે.

શું છે આખો મામલોઃ 
ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ કહે છે કે રોટલી અને પરાઠા વચ્ચે મોટો તફાવત છે. રોટી પર 5 ટકા જીએસટી લાગશે જ્યારે પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. આ નિર્ણય અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. આ કંપની રાંધવા માટે ઘણા પ્રકારના તૈયાર એટલે કે ફ્રોઝન પરાઠા બનાવે છે. 

કંપનીની દલીલ એવી હતી કે, રોટલી અને પરાઠામાં બહુ ફરક નથી. બન્ને લોટમાંથી બને છે, તેથી પરાઠા પર પણ 5% GST લાગવો જોઈએ. માત્ર તેને બનાવવાની પ્રક્રિયા સમાન નથી, પરંતુ તેનો ઉપયોગ અને વપરાશ કરવાની રીત પણ સમાન છે. પરંતુ AAARએ કંપનીની દલીલને નકારી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે પરાઠા પર 18 ટકા GST લાગશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news